gu_tw/bible/other/bread.md

44 lines
4.5 KiB
Markdown

# રોટલી
## વ્યાખ્યા:
રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.
પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.
* જયારે “રોટલો” (આખો શેકેલો લોંદો/બ્રેડ) શબ્દ આવે છે, તેનો અર્થ “રોટલાનો ટુકડો” (રોટલીનો ટુકડો) થાય છે.
* રોટલીનો કણક સામાન્ય રીતે એવી વસ્તુમાંથી બને છે જે ખમીર લીધે ઉપશી આવે છે.
* ખમીર વગરની રોટલી પણ બનાવી શકાય છે, જે ફૂલશે નહીં.
બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.
* બાઈબલના સમયોમાં રોટલી ઘણા લોકો માટે મુખ્ય ખોરાક હતો, આ શબ્દ બાઈબલમાં સામાન્ય રીતે ખોરાક દર્શાવવા વપરાય છે.
(જુઓ: [લક્ષણા(અલંકાર)](rc://gu/ta/man/translate/figs-synecdoche)
* “ઉપસ્થિતિની રોટલી” શબ્દ, બાર રોટલીઓ કે જે મુલાકાત મંડપના સોનાની મેજ ઉપર મુકવામાં આવતી હતી અથવા મંદિરની ઈમારત પર દેવને બલિદાન તરીકે અર્પણ કરવામાં આવતી હતી, તેને દર્શાવે છે.
આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી.
તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”
* “સ્વર્ગમાંથી આવેલી રોટલી” રૂપકાત્મક શબ્દ દર્શાવે છે, જે વિશેષ સફેદ ખોરાક છે જેને “માન્ના” કહેવાય છે, જયારે ઈઝરાએલીઓ અરણ્યના રણમાં ભટકતા હતા ત્યારે દેવે તેઓને પૂરું પાડ્યું.
* ઈસુ પણ પોતાને “રોટલી કે જે આકાશમાંથી નીચે આવી છે” અને “જીવનની રોટલી” કહેવડાવે છે.
* જયારે ઈસુ અને તેના શિષ્યોની સાથે તેના મૃત્યુ પહેલા પાસ્ખા ભોજન ખાઈ રહ્યા હતા ત્યારે તેમણે બેખમીર પાસ્ખા રોટલીને તેના શરીર સાથે સરખાવી કે જેને વધસ્તંભ ઉપર ઘાયલ કરી અને મારી નાખવામાં આવશે.
* ઘણી વખત “રોટલી” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે “ખોરાક” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [પાસ્ખા](../kt/passover.md), [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [મંદિર](../kt/temple.md), [બેખમીર રોટલી](../kt/unleavenedbread.md), [ખમીર](../other/yeast.md))
## બાઈબલની કલમો :
* [પ્રેરિતો 2:46-47](rc://gu/tn/help/act/02/46)
* [પ્રેરિતો 27:33-35](rc://gu/tn/help/act/27/33)
* [નિર્ગમન 16:13-15](rc://gu/tn/help/exo/16/13)
* [લૂક 9:12-14](rc://gu/tn/help/luk/09/12)
* [માર્ક 6:37-38](rc://gu/tn/help/mrk/06/37)
* [માથ્થી 4:1-4](rc://gu/tn/help/mat/04/01)
* [માથ્થી 11:18-19](rc://gu/tn/help/mat/11/18)
## શબ્દ માહિતી:
* Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286