gu_tw/bible/other/biblicaltimehour.md

25 lines
3.1 KiB
Markdown

# કલાક (હોરા), કલાકો
## વ્યાખ્યા:
બાઈબલમાં મોટેભાગે “ઘડી (કલાક)” શબ્દ દિવસના અમુક સમયને દર્શાવે છે કે જે સમયે કાંઇક ચોક્કસ મહત્વની ઘટના બની છે. તેનો રૂપક અર્થ “સમય” અથવા “ક્ષણ” પણ થાય છે.
* યહૂદીઓ સૂર્યોદય પછી જયારે સૂર્યનું અજવાળું ફેલાય છે ત્યાર પછી કલાકો ગણતરી કરે છે (લગભગ સવારના 6 વાગ્યાથી). દાખલા તરીકે, “નવમો કલાક (નવમી હોરા)” એટલે “લગભગ બપોરના ત્રણ કલાકનો સમય.” રાત્રીના કલાકો સુર્યાસ્ત પછી શરૂ કરી, ત્યાંથી ગણતા હતા (લગભગ સાંજના 6 વાગ્યાથી). દાખલા તરીકે, “રાત્રીનો ત્રીજો કલાક” એટલે” આપણા ચાલુ દિવસની વ્યવસ્થા પ્રમાણે “લગભગ સાંજનો નવ કલાકનો સમય” કહી શકાય.
* બાઈબલમાં જે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હાલના દિવસની સમય વ્યવસ્થા સાથે તદ્દન મળતું આવશે નહીં, જેમકે “લગભગ નવમી હોરા” અથવા “લગભગ છ કલાકે” એમ કહી શકાય.
* કેટલાક ભાષાંતરમાં અમુક શબ્દો જેમકે “સાંજના સમયમાં” અથવા “સવારના સમયમાં” અથવા “બપોરના સમયમાં” જે સ્પષ્ટતા કરે છે કે તે દિવસની કઈ ઘડી છે.
“તે કલાકમાં” આ શબ્દનું ભાષાંતર “તે સમયે” અથવા “તે ક્ષણમાં” એમ થઇ શકે છે.
* જયારે ઈસુ વિશે ઉલ્લેખ કરીએ ત્યારે “તેનો સમય પાસે આવ્યો છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર “તેના માટેનો સમય પાસે આવ્યો છે” અથવા “તેનો નિર્મિત સમય નજીક આવ્યો છે” એમ કરી શકાય.
## બાઈબલની કલમો:
* [પ્રેરિતોના કૃત્યો 2:14-15](rc://gu/tn/help/act/02/14)
* [યોહાન 4:51-52](rc://gu/tn/help/jhn/04/51)
* [લૂક 23:44-45](rc://gu/tn/help/luk/23/44)
* [માથ્થી 20:3-4](rc://gu/tn/help/mat/20/03)
## શબ્દ માહિતી:
* Strong's: H8160, G5610