gu_tw/bible/other/avenge.md

3.9 KiB

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

  • જયારે દેવ “બદલો લે છે” અથવા “બદલો વાળી આપે છે,” તે એક ન્યાયી તરીકે કાર્ય છે, કારણકે તે પાપ અને બળવાની સજા કરે છે.

ભાષાંતરના સુચનો:

  • “વેર” ની અભિવ્યક્તિનું ભાષાંતર, “ખોટું રોકવું” અથવા “બીજા માટે ન્યાય મેળવવો” એમ થઇ શકે છે.
  • જયારે “બદલો લેવો,” તે માનવજાત માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “પાછા ભરી આપવું” અથવા “દુઃખ આપીને સજા કરવી” અથવા “બદલો વાળવો” એમ થઇ શકે છે.
  • સંદર્ભ પ્રમાણે “વેર” શબ્દનું ભાષાંતર “સજા” અથવા “પાપની શિક્ષા” અથવા “ખોટું કર્યાની કિંમત ચૂકવવી” એમ થઇ શકે છે.

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

  • જયારે દેવ કહે છે, “મારે બદલો લેવો છે,” તેનું ભાષાંતર “મારી વિરુદ્ધ ગયાથી તેમને સજા થાય છે” અથવા “તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે તેના કારણે તેમના પર ખરાબ બિના બની રહી છે” એમ થઇ શકે છે.
  • જ્યારે દેવના બદલાની વાત થાય છે, ત્યારે તે સ્પષ્ટ ખાતરી કરવી કે દેવ ન્યાયી બની વ્યક્તિને પાપની સજા કરે છે.

(આ પણ જુઓ: સજા, યોગ્ય, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H3467, H5358, H5359, H5360, H6544, H6546, H8199, G1349, G1556, G1557, G1558, G2917, G3709