gu_tw/bible/other/ash.md

34 lines
2.8 KiB
Markdown

# રાખ, ભસ્મ, ધૂળ
## સત્યો:
“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે.
ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે.
બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે.
તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.
* ભસ્મનો ઢગલો ”રાખનો ઢગલો” છે.
પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી.
વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી.
માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.
કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.
જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.
* “રાખ વૃક્ષ” (એશ ત્રી નામનું વૃક્ષ)” સંપૂર્ણ અલગ શબ્દ છે, તેની નોંધ લેશો.
(આ પણ જુઓ: [અગ્નિ](../other/fire.md), [ટાટ](../other/sackcloth.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 20:9-10](rc://gu/tn/help/1ki/20/09)
* [યર્મિયા 6:25-26](rc://gu/tn/help/jer/06/25)
* [ગીતશાસ્ત્ર 102:9-10](rc://gu/tn/help/psa/102/009)
* [ગીતશાસ્ત્ર 113:7-8](rc://gu/tn/help/psa/113/007)
## શબ્દ માહિતી:
* Strong's: H80, H665, H666, H766, H1854, H6083, H6368, H7834, G2868, G4700, G5077, G5522