gu_tw/bible/names/zechariahot.md

30 lines
2.8 KiB
Markdown

# ઝખાર્યા (જૂનો કરાર)
## તથ્યો:
ઝખાર્યા એક પ્રબોધક હતો, જે પર્શિયાના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન ભવિષ્યવાણી કરતો હતો.
જૂના કરારના ઝખાર્યાના પુસ્તકમાં તેમની ભવિષ્યવાણીઓ છે, જેમાં પરત ફરતા નિર્વાસિતોને મંદિરને પુનઃનિર્માણ કરવા વિનંતી કરવામાં આવી હતી.
* ઝખાર્યા પ્રબોધક એઝરા નહેમ્યાહ, ઝરૂબ્બાબેલ અને હાગ્ગાયના જ સમયગાળા દરમિયાન રહેતા હતા.
જૂના કરારના સમય દરમિયાન જે છેલ્લા પ્રબોધકોની હત્યા કરવામાં આવી હતી તે તરીકે તેમનો ઇસુ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
* ઝખાર્યા નામનો એક માણસ, દાઉદના સમય દરમિયાન મંદિરમાં દ્વારપાળ હતો.
* રાજા યહોશાફાટના દીકરા ઝખાર્યાહના ભાઇ યહોરામ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
* ઝખાર્યા એ એક યાજકનું નામ હતું, જેને ઈસ્રાએલી લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો, જ્યારે તેમણે મૂર્તિપૂજા માટે તેમને ઠપકો આપ્યો હતો.
* રાજા ઝખાર્યા યરોબઆમના દીકરા હતા અને તેણે હત્યા કર્યાના છ મહિના પહેલાં ઇઝરાયલ પર શાસન કર્યું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [દાર્યવેશ](../names/darius.md), [એઝરા](../names/ezra.md), [યહોશાફાટ](../names/jehoshaphat.md), [યરોબઆમ](../names/jeroboam.md), [નહેમ્યાહ](../names/nehemiah.md),[ઝરૂબ્બાબેલ](../names/zerubbabel.md))
## બાઇબલ સંદર્ભો
* [એઝરા 5:1-2](rc://gu/tn/help/ezr/05/01)
* [માથ્થી 23:34-36](rc://gu/tn/help/mat/23/34)
* [ઝખાર્યા 1:1-3](rc://gu/tn/help/zec/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H2148