gu_tw/bible/names/uzziah.md

33 lines
2.5 KiB
Markdown

# ઉઝિઝયા, અઝાર્યા
## તથ્યો:
ઉઝિઝયા 16 વર્ષની ઉંમરે યહૂદાહના રાજા બન્યા અને તેણે 52 વર્ષ રાજ્ય કર્યું, જે અસામાન્ય રીતે લાંબુ શાસન હતું.
ઉઝિઝયાને "અઝાર્યા" તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
* રાજા ઉઝિઝયા તેના સંગઠિત અને કુશળ લશ્કર માટે જાણીતા હતા.
તેમણે શહેરના રક્ષણ માટે બુરજો બાંધ્યા હતા અને તેમણે યુદ્ધ માટે ખાસ રચાયેલ હથિયારો મૂક્યાં હતાં જ્યાંથી.તીર અને મોટા પત્થરો ફેંકી શકાય.
* જ્યાં સુધી ઉઝિઝયાએ પ્રભુની સેવા કરી ત્યાં સુધી તે સફળ થયા.
તેના શાસનકાળના અંત સુધીમાં, તે ગર્વિષ્ઠ બન્યા અને તેમણે મંદિરમાં ધૂપ બાળીને ઈશ્વરની અવજ્ઞા કરી, જે ફક્ત યાજકને જ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
* આ પાપને લીધે, ઉઝિઝયાને કોઢ થઈ ગયો અને તેના શાસનકાળના અંત સુધી તેને બીજા લોકોથી અલગ રહેવું પડ્યું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [યહૂદાહ](../names/kingdomofjudah.md), [રાજા](../other/king.md),[કોઢ](../other/leprosy.md), [શાસન](../other/reign.md), [બુરજ](../other/watchtower.md))
## બાઇબલ સંદર્ભો
* [2 રાજાઓ 14:20-22](rc://gu/tn/help/2ki/14/20)
* [આમોસ 1:1-2](rc://gu/tn/help/amo/01/01)
* [હોશિયા 1:1-2](rc://gu/tn/help/hos/01/01)
* [યશાયાહ 6:1-2](rc://gu/tn/help/isa/06/01)
* [માથ્થી 1: 7-8](rc://gu/tn/help/mat/01/07)
## શબ્દ માહિતી:
* Strong's: H5814, H5818, H5838, H5839