gu_tw/bible/names/solomon.md

50 lines
5.1 KiB
Markdown

# સુલેમાન
## તથ્યો:
સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો.
તેની માતા બાથશેબા હતી.
* જ્યારે સુલેમાન રાજા બન્યો ત્યારે, ઈશ્વરે તેને જે જોઈએ તે માંગવા કહ્યું.
તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું.
ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.
* સુલેમાન યરૂશાલેમમાં ભવ્ય મંદિર બંધાયાને લીધે પણ ઘણો પ્રખ્યાત હતો.
* જો કે સુલેમાને પોતાના રાજ્યકાળના પ્રથમ વર્ષો દરમિયાન સારી રીતે રાજ કર્યું, પછીથી તેણે મુર્ખામી રીતે ઘણી વિદેશી સ્ત્રીઓ સાથે લગ્નો કર્યા અને તેણીઓના દેવોનું ભજન કરવાનું શરૂ કર્યું.
* સુલેમાંનના અવિશ્વાસુપણાને કારણે, તેના મરણ પછી ઈશ્વરે ઈઝરાયેલીઓને બે રાજ્યોમાં ઈઝરાયેલ અને યહુદીયામાં વહેંચી દીધા.
આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાથશેબા](../names/bathsheba.md), [દાઉદ](../names/david.md), [ઈઝરાયેલ](../kt/israel.md), [યહુદિયા](../names/kingdomofjudah.md), [ઇઝરાયેલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:47-50](rc://gu/tn/help/act/07/47)
* [લૂક 12:27-28](rc://gu/tn/help/luk/12/27)
* [માથ્થી 1:7-8](rc://gu/tn/help/mat/01/07)
* [માથ્થી 6:27-29](rc://gu/tn/help/mat/06/27)
* [માથ્થી 12:42](rc://gu/tn/help/mat/12/42)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[17:14](rc://gu/tn/help/obs/17/14)__ પછી, દાઉદ અને બાથશેબાને બીજો દીકરો થયો, અને તેઓએ તેનું નામ __સુલેમાન પાડ્યું__.
* __[18:1](rc://gu/tn/help/obs/18/01)__ ઘણાં વર્ષો પછી, દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા __સુલેમાને__ રાજ કરવાનું શરૂ કર્યું.
ઈશ્વર બોલ્યા __સુલેમાન સાથે__ અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે.
જ્યાત્રે __સુલેમાને__ ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. __સુલેમાન__ ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો.
ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.
* __[18:2](rc://gu/tn/help/obs/18/02)__ યારૂશાલેમમાં, __સુલેમાને__ મંદિર બંધાવ્યું કે જેણે માટે તેના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રીઓ ભેગી કરી હતી.
* __[18:3](rc://gu/tn/help/obs/18/03)__ પરંતુ __સુલેમાને__ બીજા દેશોની સ્ત્રીઓ પર પ્રીતિ કરી. ...
જ્યારે __સુલેમાન__ વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.
* __[18:4](rc://gu/tn/help/obs/18/04)__ ઈશ્વર કોપાયમાન થયા __સુલેમાન પર__ અને, શિક્ષા તરીકે __સુલેમાનના__ અવિશ્વાસુપણાને માટે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રના બે રાજ્યોમાં ભાગ કરવાનું વચન આપ્યું __સુલેમાંનના__ મરણ પછી.
## શબ્દ માહિતી:
* Strong's: H8010, G4672