gu_tw/bible/names/samson.md

30 lines
2.4 KiB
Markdown

# સામસૂન
## તથ્યો:
સામસૂન ઈઝરાયેલના ન્યાયાધીશોમાંનો એક, અથવા છોડાવનાર હતો.
તે દાનના કુળનો હતો.
* ઈશ્વરે સામસૂનને મનુષ્યેત્તર શક્તિ આપી હતી, જેનો ઉપયોગ તે ઈઝરાયેલના દુશ્મનો પલિસ્તીઓની સામે લડવા કરતો હતો.
* સામસૂન કદી વાળ ન કાપવા અને કદી દારૂ અથવા દ્રાક્ષારસ ન પીવું એ કરાર હેઠળ હતો.
જ્યાં સુધી તેણે આ કરાર પાળ્યો, ત્યાં સુધી ઈશ્વરે તેને શક્તિ આપવાનું જારી રાખ્યું.
* આખરે તેણે પોતાનો કરાર તોડ્યો અને પોતાના વાળ કાપવાની પરવાનગી આપી, જેથી પલિસ્તીઓ તેને પકડવા શક્તિમાન થયાં.
* જ્યારે સામસૂન કેદમાં હતો, ત્યારે ઈશ્વરે તેને ફરી શક્તિ મેળવવા શક્તિમાન કર્યો અને તેને તક આપી કે તે જુઠ્ઠા દેવ દાગોનના મંદીરનો ઘણાં પલિસ્તીઓની સાથે નાશ કરે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [છોડાવવું](../other/deliverer.md), [પલિસ્તીઓ](../names/philistines.md), [ઈઝરાયેલના બાર કુળ](../other/12tribesofisrael.md))
## બાઈબલના સંદર્ભો:
* [હિબ્રુઓ 11:32-34](rc://gu/tn/help/heb/11/32)
* [ન્યાયાધીશો 13:24-25](rc://gu/tn/help/jdg/13/24)
* [ન્યાયાધીશો 16:1-2](rc://gu/tn/help/jdg/16/01)
* [ન્યાયાધીશો 16:30-31](rc://gu/tn/help/jdg/16/30)
## શબ્દ માહિતી:
* Strong's: H8123, G4546