gu_tw/bible/names/samaria.md

42 lines
5.0 KiB
Markdown

# સમરૂન, સમરૂની
## તથ્યો:
સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું.
આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.
* જુના કરારમાં, સમરૂન ઈઝરાયેલના ઉત્તરી રાજ્યનું પાટનગર હતું.
પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.
* જ્યારે આશ્શૂરીઓએ ઈઝરાયેલના ઉત્તરીય રાજ્ય પર વિજય મેળવ્યો, ત્યારે તેઓએ સમરૂન શહેર કબજે કર્યું અને મોટાભાગના ઉત્તરના ઈઝરાયેલીઓને આ પ્રદેશ છોડાવા માટે ફરજ પાડી, તેઓને આશ્શૂરના જુદા જુદા શહેરોમાં ખસેડીને.
* આશ્શૂરીઓએ જે ઈઝરાયેલીઓને ખસેડ્યા હતાં તેઓના સ્થાને ઘણા વિદેશીઓને પણ સમરૂનના પ્રદેશમાં લાવ્યા હતા.
* આ પ્રદેશમાં રહેલા કેટલાંક ઈઝરાયેલીઓએ વિદેશીઓ કે જેઓ ત્યાં વસ્યા હતાં તેઓની સાથે લગ્ન કર્યા, અને તેઓના વંશજો સમરૂનીઓ તરીકે ઓળખાયા.
* યહૂદીઓ સમરૂનીઓને તુચ્છ ગણતા હતાં કારણ કે તેઓ માત્ર અંશતઃ યહૂદી હતા અને તેઓના પૂર્વજોએ મૂર્તિપૂજક દેવોની પૂજા કરી હતી માટે.
* નવા કરારના સમયમાં, સમરૂનનો પ્રદેશ તેની ઉત્તર તરફના ગાલીલ પ્રદેશ અને તેની દક્ષિણ તરફના યહૂદિયા પ્રદેશની સરહદે આવ્યો હતો.
(જુઓં: [આશ્શૂર](../names/assyria.md), [ગાલીલ](../names/galilee.md), [યહૂદિયા](../names/judea.md), [શારોન](../names/sharon.md), [ઈઝરાયેલનું રાજ્ય](../names/kingdomofisrael.md))
## બાઈબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 8:1-3](rc://gu/tn/help/act/08/01)
* [પ્રેરિતોના કૃત્યો 8:4-5](rc://gu/tn/help/act/08/04)
* [યોહાન 4:4-5](rc://gu/tn/help/jhn/04/04)
* [લૂક 9:51-53](rc://gu/tn/help/luk/09/51)
* [લૂક 10:33-35](rc://gu/tn/help/luk/10/33)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[20:4](rc://gu/tn/help/obs/20/04)__ પછી આશ્શૂરીઓ જ્યાં ઈઝરાયેલનું રાજ્ય હતું ત્યાં વસવા માટે વિદેશીઓને લઇ આવ્યાં હતાં..
વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા.
ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને __સમુરૂનીઓ તરીકે ઓળખાયા__.
* __[27:8](rc://gu/tn/help/obs/27/08)__ “તે માર્ગ પર ત્યારબાદ જનાર વ્યક્તિ __સમરૂની હતો__. (__સમરૂનીઓ__ યહૂદીઓના વંશજો હતાં જેઓએ બીજા રાષ્ટ્રોના લોકો સાથે લગ્ન કર્યા હતાં. __સમરૂનીઓ__ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતાં.)”
* __[27:9](rc://gu/tn/help/obs/27/09)__ “તે __સમરૂની__ તે માણસને પોતાના ગધેડા પર ઊંચકીને ઉતારામાં લઇ ગયો જ્યાં તેણે તેની માવજત કરી.”
* __[45:7](rc://gu/tn/help/obs/45/07)__ તે (ફિલિપ) ગયો __સમરૂનમાં__ જ્યાં તેણે ઈસુ વિશે બોધ કર્યો અને ઘણાં લોકો બચી ગયાં.
## શબ્દ માહિતી:
* Strong's: H8111, H8115, H8118, G4540, G4541, G4542