gu_tw/bible/names/rimmon.md

31 lines
2.4 KiB
Markdown

# રિમ્મોન
## તથ્યો:
રિમ્મોન એ વ્યક્તિનું અને અનેક સ્થળોનું નામ હતું જેનો ઉલ્લેખ બાઈબલમાં કરવામાં આવ્યો હતો.
તે એક જુઠ્ઠા દેવનું પણ નામ હતું.
* એક માણસ રિમ્મોન નામનો ઝબુલોનના બએરોથ શહેરનો બિન્યામીની હતો.
આ માણસના દીકરાઓએ મફીબોશેથને મારી નાંખ્યો હતો, જે યોનાથાનનો અપંગ દીકરો હતો.
* રિમ્મોન યહુદાના દક્ષિણ ભાગે આવેલું શહેર હતું, બિન્યામીન કુળ દ્વારા આ પ્રદેશને કબજે કરવામાં આવ્યું હતું.
* “રિમ્મોન ગઢ” એ સુરક્ષાનું સ્થળ હતું જ્યાં બિન્યામીનીઓ યુદ્ધમાં મરતાં બચવા માટે જતાં રહ્યાં હતાં.
* રિમ્મોન પેરેઝ યહુદાના ઉજ્જડ પ્રદેશમાંનું એક અજાણ્યું સ્થળ હતું.
* સીરિયાનો સેનાપતિ નામાન જુઠ્ઠા દેવ રિમ્મોનના મંદિર વિશે બોલ્યો, જ્યાં સીરિયાનો રાજા પૂજા કરતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બિન્યામીન](../names/benjamin.md), [યહુદા](../names/judea.md), [નામાન](../names/naaman.md), [અરામ](../names/syria.md), [ઝબુલોન](../names/zebulun.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 રાજાઓ 5:17-19](rc://gu/tn/help/2ki/05/17)
* [2 શમુએલ 4:5-7](rc://gu/tn/help/2sa/04/05)
* [ન્યાયાધીશો 20:45-46](rc://gu/tn/help/jdg/20/45)
* [ન્યાયાધીશો 21:13-15](rc://gu/tn/help/jdg/21/13)
## શબ્દ માહિતી:
* Strong's: H7417