gu_tw/bible/names/rehoboam.md

33 lines
3.0 KiB
Markdown

# રહાબામ
## તથ્યો:
રહાબામ સુલેમાન રાજાનો એક પુત્ર હતો અને સુલેમાનના મૃત્યુ બાદ તે ઇઝરાયલ દેશનો રાજા બન્યો.
* તેના શાસનકાળની શરૂઆતમાં, રહાબામ પોતાના લોકો પ્રત્યે કઠોર હતો કે જેથી ઇઝરાયલના દસ કુળોએ તેની વિરુદ્ધ બળવો કર્યો અને ઉત્તરમાં “ઇઝરાયલનું રાજ્ય” સ્થાપ્યું.
* રહાબામ દક્ષિણના યહૂદા રાજ્યના રાજા તરીકે ચાલુ રહ્યો જેમાં બાકીના બે કુળો યહૂદા અને બિન્યામીનનો સમાવેશ થતો હતો.
* રહાબામ દુષ્ટ રાજા હતો કે જેણે યહોવાનું આજ્ઞાપાલન કર્યું નહીં પણ જૂઠા દેવોની પૂજા કરી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇઝરાયલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [યહૂદા](../names/kingdomofjudah.md), [સુલેમાન](../names/solomon.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 3:10-12](rc://gu/tn/help/1ch/03/10)
* [1 રાજા 11:41-43](rc://gu/tn/help/1ki/11/41)
* [1 રાજા 14:21-22](rc://gu/tn/help/1ki/14/21)
* [માથ્થી 1:7-8](rc://gu/tn/help/mat/01/07)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[18:5](rc://gu/tn/help/obs/18/05)__ સુલેમાનના મરણ પછી, તેનો પુત્ર __રહાબામ__ રાજા બન્યો. __રહાબામ__ મૂર્ખ માણસ હતો.
* __[18:6](rc://gu/tn/help/obs/18/06)__ __રહાબામે__ મૂર્ખતાથી જવાબ આપ્યો અને કહ્યું કે, “તમે વિચારો છો કે મારા પિતા સુલેમાને તમારી પાસે કઠોર મહેનત કરાવી, પણ હું તમારા કામને તેનાથી વધારે કઠોર બનાવીશ અને હું તમને મારા પિતા કરતાં વધારે નિર્દયતાથી સજા કરીશ.”
* __[18:7](rc://gu/tn/help/obs/18/07)__ ઇઝરાયલ દેશના દસ કુળોએ __રહાબામ__ વિરુદ્ધ બળવો કર્યો.
ફક્ત બે જ કુળો તેને વિશ્વાસુ રહ્યાં.
## શબ્દ માહિતી:
* Strong's: H7346, G4497