gu_tw/bible/names/rahab.md

37 lines
3.2 KiB
Markdown

# રાહાબ
## તથ્યો:
રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી.
તે એક વેશ્યા હતી.
* ઇઝરાયલીઓ યરીખો પર હુમલો કરવા આવ્યા તે અગાઉ જે બે ઇઝરાયલીઓ તેની માહિતી મેળવવા આવ્યા તેઓને રાહાબે સંતાડ્યા હતા.
તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.
* રાહાબ યહોવામાં વિશ્વાસ કરનારી વ્યક્તિ બની.
* જ્યારે યરીખોનો નાશ કરવામાં આવ્યો ત્યારે તેને અને તેના કુટુંબને બચાવવામાં આવ્યું હતું અને તેઓ બધા ઇઝરાયલીઓ સાથે રહેવા ગયા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇઝરાયલ](../kt/israel.md), [યરીખો](../names/jericho.md), [વેશ્યા](../other/prostitute.md))
## બાઇબલના સંદર્ભો:
* [હિબ્રૂ 11:29-31](rc://gu/tn/help/heb/11/29)
* [યાકૂબ 2:25-26](rc://gu/tn/help/jas/02/25)
* [યહોશુઆ 2:20-21](rc://gu/tn/help/jos/02/20)
* [યહોશુઆ 6:17-19](rc://gu/tn/help/jos/06/17)
* [માત્થી 1:4-6](rc://gu/tn/help/mat/01/04)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[15:1](rc://gu/tn/help/obs/15/01)__ તે શહેરમાં __રાહાબ__ નામે એક વેશ્યા રહેતી હતી જેણે જાસૂસોને સંતાડ્યા અને બાદમાં તેઓને ભાગી જવામાં મદદ કરી. તે ઈશ્વરમાં વિશ્વાસ કરતી હતી તે માટે તેણે આમ કર્યું. જ્યારે ઇઝરાયલીઓ યરીખોનો નાશ કરે ત્યારે તેઓએ __રાહાબનું__ તથા તેના કુટુંબનું રક્ષણ કરવાનું વચન આપ્યું.
* __[15:5](rc://gu/tn/help/obs/15/05)__ ઇઝરાયલીઓએ જેમ ઈશ્વરે આજ્ઞા આપી હતી તેમ શહેરમાંની દરેક બાબતોનો નાશ કર્યો. શહેરમાં __રાહાબ__ અને તેનું કુટુંબ જ એવા લોકો હતા જેઓને તેઓએ મારી નાખ્યા નહીં.
તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.
## શબ્દ માહિતી:
* Strong's: H7343, G4460