gu_tw/bible/names/pontus.md

1.8 KiB

પોન્તસ

તથ્યો:

રોમન સામ્રાજ્ય અને શરૂઆતની મંડળીના સમયમાં પોન્તસ એક રોમન પ્રાંત હતો. તે આજના તુર્કસ્તાન દેશના ઉત્તરીય ભાગમાં, કાળા સમુદ્રના દક્ષિણના કિનારે સ્થિત હતો.

  • પ્રેરિતોનાં કૃત્યોમાં નોંધ્યા પ્રમાણે, પચાસમાંના દિવસે જ્યારે પવિત્ર આત્મા પ્રથમ વાર પ્રેરિતો પર આવ્યો ત્યારે પોન્તસ પ્રાંતના લોકો યરુશાલેમમાં હતા.
  • આકુલ નામનો એક વિશ્વાસી પોન્તસનો વતની હતો.
  • જ્યારે પિતર વિભિન્ન પ્રાંતોમાં વિખરાયેલા ખ્રિસ્તીઓને લખી રહ્યો હતો ત્યારે, તેણે ત્યાં પોન્તસ પ્રાંતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: આકુલ, પચાસમાંનું પર્વ, પેન્ટીકોસ્ટ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4193, G4195