gu_tw/bible/names/peter.md

5.3 KiB

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

  • ઈસુએ પિતરને પોતાનો શિષ્ય થવા બોલાવ્યો તે અગાઉ, તેનું નામ સિમોન હતું.
  • બાદમાં, ઈસુએ તેનું નામ “કેફાસ” પાડ્યું, જેનો અર્થ અરામિક ભાષામાં “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

  • ઈશ્વરે પિતર દ્વારા લોકોને સાજા કરવા તથા ઈસુ વિષે સુવાર્તા પ્રસારવા કાર્ય કર્યું.
  • નવા કરારમાં બે પુસ્તકો પિતરે સાથી વિશ્વાસીઓને ઉત્તેજન આપવા તથા શીખવવા લખેલા પત્રો છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 28:9 પિતરે ઈસુને કહ્યું, “અમે સઘળું છોડીને તમારું અનુસરણ કર્યું છે.

અમને શો બદલો મળશે?”

  • 29:1 એક દિવસે પિતરે ઈસુને પૂછ્યું, “પ્રભુ, જ્યારે મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે ત્યારે મારે તેને કેટલી વાર માફ કરવું જોઈએ?

સાત વાર?”

  • 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, જો તે તમે છો તો, મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા આજ્ઞા કરો.”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

  • 36:1 એક દિવસે ઈસુએ તેમના ત્રણ શિષ્યોને એટલે કે, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા.
  • 38:9 પિતરે જવાબ આપ્યો, “જો કે બીજા બધા જ તમને તરછોડે તો પણ, હું તમને તરછોડીશ નહીં.”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

  • 38:15 સૈનિકોએ ઈસુની ધરપકડ કરી ત્યારે, પિતરે તેની તલવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
  • 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પશ્ચાતાપ કરવો જોઈએ અને ઈસુના નામમાં બાપ્તિસ્મા પામવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપ માફ કરે.”
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “ઈસુ મસીહાના સામર્થ્ય દ્વારા આ માણસ તમારી સામે સાજો ઊભો છે.

શબ્દ માહિતી:

  • Strong's: G2786, G4074, G4613