gu_tw/bible/names/paul.md

53 lines
6.6 KiB
Markdown

# પાઉલ, શાઉલ
## તથ્યો:
પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.
* પાઉલ તાર્સસ નામના રોમન શહેરમાં જન્મેલો એક યહૂદી વ્યક્તિ હતો અને તેથી તે એક રોમન નાગરિક પણ હતો.
* પાઉલ અગાઉ તેના મૂળ યહૂદી નામ શાઉલ દ્વારા ઓળખાતો હતો.
* શાઉલ એક યહૂદી ધાર્મિક આગેવાન બન્યો અને તેણે ખ્રિસ્તી બનેલા યહૂદીઓની ધરપકડ કરી, કારણકે તે માનતો હતો કે ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા તેઓ ઈશ્વરનું અપમાન કરતા હતા.
* ઈસુએ પોતાને શાઉલ સમક્ષ આંખો આંજી નાખે તેવા પ્રકાશમાં પ્રગટ કર્યાં અને તેને ખ્રિસ્તીઓને નુકસાન પહોંચાડવાનું બંધ કરવા કહ્યું.
* શાઉલે ઈસુ પર વિશ્વાસ કર્યો અને પોતાના સાથી યહૂદીઓને ઈસુ વિષે શીખવવાનું શરૂ કર્યું.
* બાદમાં, ઈશ્વરે શાઉલને બિન-યહૂદીઓને ઈસુ વિષે શીખવવા તથા રોમન સામ્રાજ્યના વિવિધ શહેરો તથા પ્રાંતોમાં મંડળીઓ શરૂ કરવા મોકલ્યો.
તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.
* પાઉલે આ શહેરોમાંની મંડળીઓના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા તથા શીખવવા પત્રો પણ લખ્યા.
આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ખ્રિસ્તી](../kt/christian.md), [યહૂદી આગેવાન](../other/jewishleaders.md), [રોમ](../names/rome.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કરિંથી 1:1-3](rc://gu/tn/help/1co/01/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 8:1-3](rc://gu/tn/help/act/08/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 9:26-27](rc://gu/tn/help/act/09/26)
* [પ્રેરિતોનાં કૃત્યો 13:9-10](rc://gu/tn/help/act/13/09)
* [ગલાતી 1:1-2](rc://gu/tn/help/gal/01/01)
* [ફીલેમોન 1:8-9](rc://gu/tn/help/phm/01/08)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[45:6](rc://gu/tn/help/obs/45/06)__ __શાઉલ__ નામનો એક જુવાન માણસ સ્તેફનની હત્યા કરનારા લોકો સાથે સંમત હતો અને જ્યારે તેઓ તેને પથ્થરો મારતા હતા ત્યારે તેણે તેઓના વસ્ત્રો સાચવ્યાં હતા.
* __[46:1](rc://gu/tn/help/obs/46/01)__ જેઓએ સ્તેફનની હત્યા કરી તે માણસોના ઝભ્ભા __શાઉલ__ નામના જુવાન માણસે સાચવ્યાં હતા.
તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.
* __[46:2](rc://gu/tn/help/obs/46/02)__ જ્યારે __શાઉલ__ દમસ્કસ જતો હતો ત્યારે, સ્વર્ગમાંથી એક ઝળહળતો પ્રકાશ તેની આસપાસ ઝબૂક્યો અને તે જમીન પર પડી ગયો. __શાઉલે__ કોઈકને કહેતા સાંભળ્યા કે, "__શાઉલ__! __શાઉલ__!
તું મને કેમ સતાવે છે?
* __[46:5](rc://gu/tn/help/obs/46/05)__ તેથી અનાન્યા __શાઉલ__ પાસે ગયો, તેની પર પોતાના હાથ મૂક્યા અને કહ્યું, “ઈસુ કે જેઓ તને અહીં આવતા રસ્તામાં પ્રગટ થયા, તેઓએ મને મોકલ્યો છે કે જેથી તને તારી દ્રષ્ટિ પાછી મળે અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” __શાઉલ__ તરત જ જોઈ શક્યો અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું.
* __[46:6](rc://gu/tn/help/obs/46/06)__ તરત જ __શાઉલે__ દમસ્કસના યહૂદીઓને “ઈસુ ઈશ્વરપુત્ર છે!” એમ કહેતાં પ્રચાર કરવાની શરૂઆત કરી.
* __[46:9](rc://gu/tn/help/obs/46/09)__ આ નવા વિશ્વાસીઓને ઈસુ વિષે વધારે શીખવવા તથા મંડળીને દ્રઢ કરવા બાર્નબાસ અને __શાઉલ__ અંત્યોખ ગયા.
* __[47:1](rc://gu/tn/help/obs/47/01)__ જ્યારે __શાઉલે__ સમગ્ર રોમન સામ્રાજ્યની મુસાફરી કરી ત્યારે, તેણે તેના રોમી નામ “__પાઉલ__” નો ઉપયોગ કરવાની શરૂઆત કરી.
* __[47:14](rc://gu/tn/help/obs/47/14)__ __પાઉલ__ અને બીજા ખ્રિસ્તી આગેવાનોએ લોકોને ઈસુ વિશેના શુભ સમાચારનો પ્રચાર કરતા તથા શીખવતા બીજા ઘણા શહેરોની મુસાફરી કરી.
## શબ્દ માહિતી:
* Strong's: G3972, G4569