gu_tw/bible/names/obadiah.md

32 lines
3.6 KiB
Markdown

# ઓબાદ્યા
## તથ્યો:
ઓબાદ્યા જૂના કરારનો એક પ્રબોધક હતો કે જેણે અદોમના લોકો એટલે કે એસાવના વંશજો વિરુદ્ધ પ્રબોધ કર્યો.
જૂના કરારમાં ઓબાદ્યા નામના બીજા માણસો પણ હતા.
* ઓબાદ્યાનું પુસ્તક બાઇબલમાં સૌથી ટૂંકું પુસ્તક છે અને ઓબાદ્યા ઈશ્વર પાસેથી જે દર્શન પામ્યો તેના વિષે તે જણાવે છે.
* ઓબાદ્યા ક્યારે થઇ ગયો અને તેણે ક્યારે પ્રબોધ કર્યો તે સ્પષ્ટ નથી.
જ્યારે યહોરામે, અહાઝ્યાએ, યોઆશે અને અથાલ્યાએ યહૂદિયામાં રાજ કર્યું તે ગાળા દરમ્યાન તે થઇ ગયો હોય તે શક્ય છે.
તે ગાળાના અમુક સમય દરમ્યાન દાનિયેલ, હઝકિયેલ તથા યર્મિયા પણ પ્રબોધ કરતા હોવા જોઈએ.
* ઓબાદ્યા સિદકિયાના રાજ દરમ્યાન તથા બાબિલના બંદીવાસ દરમ્યાન એટલે કે પાછળના ગાળામાં પણ થઇ ગયો હોય તે શક્ય છે.
* ઓબાદ્યા નામના બીજા માણસોમાં, શાઉલ રાજાનો એક વંશજ, ગાદના કુળનો એક વ્યક્તિ કે જે દાઉદનો ખાસ માણસ હતો, આહાબ રાજાના મહેલનો કારભારી, યહોશાફાટ રાજાનો એક અધિકારી, યોશિયા રાજાના સમયમાં ભક્તિસ્થાનની મરામતમાં મદદ કરનાર એક માણસ અને લેવીના કુળનો એક માણસ કે જે નહેમ્યાના સમયમાં દ્વારરક્ષક હતો તેઓને સમાવેશ થાય છે.
* એ શક્ય છે કે ઓબાદ્યાના પુસ્તકનો લેખક આ માણસોમાંનો એક હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [આહાબ](../names/ahab.md), [બાબિલ](../names/babylon.md), [દાઉદ](../names/david.md), [અદોમ](../names/edom.md), [એસાવ](../names/esau.md), [હઝકિયેલ](../names/ezekiel.md), [દાનિયેલ](../names/daniel.md), [ગાદ](../names/gad.md), [યહોશાફાટ](../names/jehoshaphat.md), [યોશિયા](../names/josiah.md), [લેવી](../names/levite.md), [શાઉલ](../names/saul.md), [સિદકિયા](../names/zedekiah.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 3:19-21](rc://gu/tn/help/1ch/03/19)
* [1 કાળવૃતાંત 8:38-40](rc://gu/tn/help/1ch/08/38)
* [એઝરા 8:8-11](rc://gu/tn/help/ezr/08/08)
* [ઓબાદ્યા 1:1-2](rc://gu/tn/help/oba/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H5662