gu_tw/bible/names/noah.md

41 lines
3.5 KiB
Markdown

# નૂહ
## તથ્યો:
નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું.
ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.
* નૂહ એક ન્યાયી માણસ હતો કે જેણે દરેક બાબતમાં ઈશ્વરની આજ્ઞા માની.
* જ્યારે ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું ત્યારે, ઈશ્વરે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે નૂહે તે બાંધ્યું.
* વહાણમાં, નૂહ અને તેના કુટુંબને સલામત રાખવામાં આવ્યું અને બાદમાં તેઓના બાળકો અને બાળકોના બાળકોએ પૃથ્વીને ફરી લોકોથી ભરપૂર કરી.
* પૂર બાદ જન્મેલી દરેક વ્યક્તિ નૂહની વંશજ છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [વંશજ](../other/descendant.md), [વહાણ](../kt/ark.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 5:30-31](rc://gu/tn/help/gen/05/30)
* [ઉત્પત્તિ 5:32](rc://gu/tn/help/gen/05/32)
* [ઉત્પત્તિ 6:7-8](rc://gu/tn/help/gen/06/07)
* [ઉત્પત્તિ 8:1-3](rc://gu/tn/help/gen/08/01)
* [હિબ્રૂ 11:7](rc://gu/tn/help/heb/11/07)
* [માથ્થી 24:37-39](rc://gu/tn/help/mat/24/37)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[3:2](rc://gu/tn/help/obs/03/02)__ પણ __નૂહ__ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
* __[3:4](rc://gu/tn/help/obs/03/04)__ __નૂહે__ ઈશ્વરની આજ્ઞા પાળી.
ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.
* __[3:13](rc://gu/tn/help/obs/03/13)__ બે મહિના પછી ઈશ્વરે __નૂહને__ કહ્યું, “તું તથા તારું કુટુંબ અને બધા જ પ્રાણીઓ વહાણમાંથી બહાર નીકળી શકો છો.”
ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો.
તેથી __નૂહ__ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.
## શબ્દ માહિતી:
* Strong's: H5146, G3575