gu_tw/bible/names/nileriver.md

34 lines
3.5 KiB
Markdown

# નાઇલ નદી, ઈજીપ્તની નદી, નાઇલ
## તથ્યો:
ઉત્તરપૂર્વીય આફ્રિકામાં નાઇલ એક ખૂબ જ લાંબી અને પહોળી નદી છે.
તે ખાસ તો ઈજીપ્તની મુખ્ય નદી તરીકે જાણીતી છે.
* નાઇલ નદી ઈજીપ્તમાં થઈને ઉત્તર તરફ ભૂમધ્ય સમુદ્રમાં વહે છે.
* નાઇલ નદીની બન્ને બાજુએ ફળદ્રુપ જમીનમાં સારો પાક થાય છે.
* ખોરાકના પાકો માટે નાઇલ નદી એક અગત્યનો સ્રોત છે તે માટે મોટા ભાગના ઈજીપ્તના લોકો નાઇલ નદીની પાસે વસે છે.
* ઇઝરાયલીઓ ગોશેન પ્રદેશમાં વસ્યા હતા કે જે નાઇલ નદી પાસે સ્થિત હોવાથી ખૂબ જ ફળદ્રુપ હતો.
* જ્યારે મૂસા નાનું બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ તેને ફારુનના માણસોથી છૂપાવવા એક ટોપલીમાં મૂકીને નાઇલ નદીના બરૂઓમાં મૂક્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઈજીપ્ત](../names/egypt.md), [ગોશેન](../names/goshen.md), [મૂસા](../names/moses.md))
## બાઇબલના સંદર્ભો:
* [આમોસ 8:7-8](rc://gu/tn/help/amo/08/07)
* [ઉત્પત્તિ 41:1-3](rc://gu/tn/help/gen/41/01)
* [યર્મિયા 46:7-9](rc://gu/tn/help/jer/46/07)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[8:4](rc://gu/tn/help/obs/08/04)__ ઈજીપ્ત __નાઇલ નદીના__ કિનારે સ્થિત એક મોટો અને શક્તિશાળી દેશ હતો.
* __[9:4](rc://gu/tn/help/obs/09/04)__ ફારુને જોયું કે ઇઝરાયલીઓને ઘણાં બાળકો જનમતા હતા, તેથી તેણે પોતાના માણસોને હુકમ કર્યો કે બધા જ ઇઝરાયલી નર બાળકોને __નાઇલ નદીમાં__ નાખીને મારી નાખવા.
* __[9:6](rc://gu/tn/help/obs/09/06)__ જ્યારે બાળકના માતાપિતા તેને વધારે સમય છૂપાવી શક્યા નહિ ત્યારે, તેમણે તે બાળકને મરતું બચાવવા તેને એક તરતી ટોપલીમાં મૂકીને __નાઇલ નદીના__ કિનારે બરૂઓમાં મૂક્યું.
* __[10:3](rc://gu/tn/help/obs/10/03)__ ઈશ્વરે __નાઇલ નદીના__ પાણીને લોહીમાં બદલી નાખ્યું, તો પણ ફારુને ઇઝરાયલીઓને જવા દીધા નહિ.
## શબ્દ માહિતી:
* Strong's: H2975, H4714, H5104