gu_tw/bible/names/nehemiah.md

29 lines
2.7 KiB
Markdown

# નહેમ્યા
## તથ્યો:
નહેમ્યા એક ઇઝરાયલી હતો કે જેને, જ્યારે ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને બાબિલના લોકો દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યા ત્યારે, બાબિલના સામ્રાજ્યમાં દબાણપૂર્વક લઈ જવામાં આવ્યો હતો.
* જ્યારે તે ઈરાનના રાજા આર્તાહશાસ્તાનો પાત્રવાહક હતો ત્યારે, નહેમ્યાએ યરુશાલેમ પાછા જવા રાજા પાસે અનુમતિ માગી.
* નહેમ્યાએ ઇઝરાયલીઓને યરુશાલેમનો કોટ ફરી બાંધવા દોર્યા. તે કોટને બાબિલના લોકોએ તોડી પાડ્યો હતો.
* રાજાના મહેલમાં નહેમ્યા પાછો આવ્યો તે અગાઉ તે બાર વર્ષ સુધી યરુશાલેમનો રાજ્યપાલ હતો.
* જૂના કરારનું નહેમ્યાનું પુસ્તક નહેમ્યાના કોટને ફરી બાંધવાના કાર્ય વિષે તથા યરુશાલેમના લોકોનો વહીવટ કરવાના કાર્ય વિષે જણાવે છે.
* જૂના કરારમાં નહેમ્યા નામના બીજા માણસો પણ હતા.
સામાન્ય રીતે તે નામ સાથે પિતાનું નામ જોડવામાં આવતું હતું કે જેથી ખબર પડે કે કયા નહેમ્યાની વાત થઈ રહી હતી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [આર્તાહશાસ્તા](../names/artaxerxes.md), [બાબિલ](../names/babylon.md), [યરુશાલેમ](../names/jerusalem.md), [પુત્ર](../kt/son.md))
## બાઇબલના સંદર્ભો:
* [એઝરા 2:1-2](rc://gu/tn/help/ezr/02/01)
* [નહેમ્યા0 2:1-2](rc://gu/tn/help/neh/01/01)
* [નહેમ્યા 10:1-3](rc://gu/tn/help/neh/10/01)
* [નહેમ્યા 12:46-47](rc://gu/tn/help/neh/12/46)
## શબ્દ માહિતી:
* Strong's: H5166