gu_tw/bible/names/nebuchadnezzar.md

43 lines
5.2 KiB
Markdown

# નબૂખાદનેસ્સાર
## તથ્યો:
નબૂખાદનેસ્સાર બાબિલના સામ્રાજ્યનો રાજા હતો કે જેના શક્તિશાળી સૈન્યે ઘણી લોકજાતિઓ તથા દેશોને જીત્યા હતા.
* નબૂખાદનેસ્સારની આગેવાની હેઠળ, બાબિલના સૈન્યે યહૂદિયાના રાજ્ય પર હુમલો કરીને તેને જીતી લીધું અને યહૂદિયાના મોટા ભાગના લોકોને બંદી બનાવીને બાબિલ લઈ ગયા.
બંદીઓને 70 વર્ષ સુધી ત્યાં રહેવા ફરજ પાડવામાં આવી હતી કે જેને “બાબિલનો બંદીવાસ” કહેવામાં આવે છે.
* દાનિયેલ કે જે એક બંદી હતો તેણે નબૂખાદનેસ્સારના સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો હતો.
* હનાન્યા, મિશાએલ તથા અઝાર્યા એ બીજા ત્રણ બંદી ઇઝરાયલીઓને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા કારણકે તેમણે નબૂખાદનેસ્સારે બનાવેલી સોનાની વિશાળ મૂર્તિ આગળ નમવાનો ઇન્કાર કર્યો હતો.
* નબૂખાદનેસ્સાર રાજા બહું અભિમાની હતો અને તે જૂઠા દેવોને ભજતો હતો.
જ્યારે તેણે યહૂદિયાને જીત્યું ત્યારે, તે યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી સોના અને ચાંદીના ઘણી વસ્તુઓ ચોરી લઈ ગયો.
* નબૂખાદનેસ્સાર અભિમાની હતો અને તેણે જૂઠા દેવોની પૂજા છોડવાનો ઇન્કાર કર્યો તે કારણે, યહોવાએ તેને સાત વર્ષ સુધી પશુ સમાન જીવવા નિરાધાર કરી નાંખ્યો.
સાત વર્ષ પછી, જ્યારે નબૂખાદનેસ્સારે પોતાને નમ્ર કર્યો અને એક માત્ર સત્ય ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ત્યારે, ઈશ્વરે તેને પુનઃસ્થાપિત કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [અભિમાની](../other/arrogant.md), [અઝાર્યા](../names/azariah.md), [બાબિલ](../names/babylon.md), [હનાન્યા](../names/hananiah.md), [મિશાએલ](../names/mishael.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 6:13-15](rc://gu/tn/help/1ch/06/13)
* [2 રાજા 25:1-3](rc://gu/tn/help/2ki/25/01)
* [દાનિયેલ 1:1-2](rc://gu/tn/help/dan/01/01)
* [દાનિયેલ 4:4-6](rc://gu/tn/help/dan/04/04)
* [હઝકિયેલ 26:7-8](rc://gu/tn/help/ezk/26/07)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[20:6](rc://gu/tn/help/obs/20/06)__ આશૂરીઓએ ઇઝરાયલના રાજ્યનો નાશ કર્યો તેના લગભગ 100 વર્ષ બાદ, ઈશ્વરે બાબિલના રાજા __નબૂખાદનેસ્સારને__ યહૂદિયાના રાજ્ય પર હુમલો કરવા મોકલ્યો.
* __[20:6](rc://gu/tn/help/obs/20/06)__ યહૂદિયાનો રાજા __નબૂખાદનેસ્સારના__ સેવક સાથે સંમત થયો અને તેને દર વર્ષે પુષ્કળ નાણાં ચૂકવતો હતો.
* __[20:8](rc://gu/tn/help/obs/20/08)__ યહૂદિયાના રાજાને વિદ્રોહ કરવા બદલ શિક્ષા કરવા, __નબૂખાદનેસ્સારના__ સૈનિકોએ તેની સામે જ તેના પુત્રોને મારી નાખ્યા અને પછી તેને આંધળો બનાવી દીધો.
* __[20:9](rc://gu/tn/help/obs/20/09)__ __નબૂખાદનેસ્સાર__ અને તેનું સૈન્યે યહૂદિયા રાજ્યના લગભગ તમામ લોકોને બાબિલ લઈ ગયા અને સૌથી ગરીબ લોકોને જ ખેતરો વાવવા રહેવા દીધા.
## શબ્દ માહિતી:
* Strong's: H5019, H5020