gu_tw/bible/names/moses.md

43 lines
4.1 KiB
Markdown

# મૂસા
## તથ્યો:
મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.
* જ્યારે મૂસા બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ ઈજીપ્તના રાજા ફારુનથી સંતાડવા તેને નાઇલ નદીના બરુઓમાં એક ટોપલીમાં મૂક્યો હતો.
મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું.
જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.
* ઈશ્વરે ઈજીપ્તની ગુલામીમાંથી ઇઝરાયલીઓને મુક્ત કરવા અને તેઓને વચનના દેશમાં દોરી જવા મૂસાને પસંદ કર્યો.
* ઇઝરાયલીઓ ઈજીપ્તમાંથી નીકળ્યા ત્યાર બાદ અને જ્યારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, ઈશ્વરે મૂસાને દશ આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ આપી હતી.
* તેના જીવનના અંત ભાગમાં, મૂસાએ વચનનો દેશ જોયો પણ તે તેમાં રહેવા પામ્યો નહિ કારણકે તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું નહિ.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [મરિયમ](../names/miriam.md), [વચનનો દેશ](../kt/promisedland.md), [દશ આજ્ઞાઓ](../other/tencommandments.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:20-21](rc://gu/tn/help/act/07/20)
* [પ્રેરિતોના કૃત્યો 7:29-30](rc://gu/tn/help/act/07/29)
* [નિર્ગમન 2:9-10](rc://gu/tn/help/exo/02/09)
* [નિર્ગમન 9:1-4](rc://gu/tn/help/exo/09/01)
* [માથ્થી 17:3-4](rc://gu/tn/help/mat/17/03)
* [રોમનો 5:14-15](rc://gu/tn/help/rom/05/14)
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
* __[9:12](rc://gu/tn/help/obs/09/12)__ એક દિવસે જ્યારે __મૂસા__ ઘેટાં ચરાવતો હતો ત્યારે, તેણે એક બળતું ઝાડવું જોયું.
* __[12:5](rc://gu/tn/help/obs/12/05)__ __મૂસાએ__ ઇઝરાયલીઓને કહ્યું, “ડરશો નહિ!
ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”
* __[12:7](rc://gu/tn/help/obs/12/07)__ ઈશ્વરે __મૂસાને__ તેનો હાથ સમુદ્ર પર લાંબો કરવા અને પાણીના બે ભાગ કરવા કહ્યું.
* __[12:12](rc://gu/tn/help/obs/12/12)__ જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરી ગયા છે ત્યારે, તેઓએ ઈશ્વર પર ભરોસો કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક હતો.
* __[13:7](rc://gu/tn/help/obs/13/07)__ પછી ઈશ્વરે આ દસ આજ્ઞાઓ બે પથ્થરની પાટીઓ પર લખી અને __મૂસાને__ આપી.
## શબ્દ માહિતી:
* Strong's: H4872, H4873, G3475