gu_tw/bible/names/miriam.md

32 lines
2.8 KiB
Markdown

# મરિયમ
## તથ્યો:
મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.
* જ્યારે મરિયમ નાની હતી ત્યારે, તેની માતાએ તેને તેના ભાઈ બાળમૂસાનું ધ્યાન રાખવા સૂચના આપી હતી કે જે નાઇલ નદીમાં બરૂઓ વચ્ચે ટોપલીમાં મૂકેલો હતો.
જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.
* જ્યારે ઇઝરાયલીઓ લાલ સમુદ્રને પાર કરીને ઈજીપ્તના લોકોથી બચી ગયા ત્યારે, મરિયમે તેઓને આનંદ અને આભારસ્તુતિનું નૃત્ય કરવામાં દોર્યા.
* વર્ષો બાદ જ્યારે ઇઝરાયલીઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ ખોટું બોલ્યા કારણકે તેણે એક કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું.
* મૂસા વિરુદ્ધ બોલવાના તેના વિદ્રોહને કારણે, ઈશ્વરે મરિયમને કોઢની રોગી બનાવી દીધી.
પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [હારુન](../names/aaron.md), [કુશ](../names/cush.md), [આજીજી કરવી](../kt/intercede.md), [મૂસા](../names/moses.md), [નાઇલ નદી](../names/nileriver.md), [ફારુન](../names/pharaoh.md), [વિદ્રોહી](../other/rebel.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 6:1-3](rc://gu/tn/help/1ch/06/01)
* [પુનર્નિયમ 24:8-9](rc://gu/tn/help/deu/24/08)
* [મીખાહ 6:3-5](rc://gu/tn/help/mic/06/03)
* [ગણના 12:1-3](rc://gu/tn/help/num/12/01)
* [ગણના 20:1](rc://gu/tn/help/num/20/01)
## શબ્દ માહિતી:
* Strong's: H4813