gu_tw/bible/names/midian.md

44 lines
3.9 KiB
Markdown

# મિદ્યાન, મિદ્યાની, મિદ્યાનીઓ
## તથ્યો:
મિદ્યાન ઇબ્રાહિમ અને તેની પત્ની કટુરાહનો પુત્ર હતો.
તે એક લોકજાતિનું નામ અને કનાન દેશની દક્ષિણે ઉત્તરીય અરેબિયાના અરણ્યમાં આવેલ એક પ્રદેશ પણ છે.
તે જૂથના લોકોને “મિદ્યાનીઓ” કહેવામાં આવતા હતા.
* જ્યારે મૂસા પહેલી વાર ઈજીપ્ત છોડીને ગયો ત્યારે, તે મિદ્યાનના પ્રદેશમાં ગયો કે જ્યાં તે યિથ્રોની દીકરીઓને મળ્યો અને તેમને તેમના પશુઓને પાણી પીવડાવવામાં મદદ કરી.
ત્યારે બાદ મૂસા યિથ્રોની એક દીકરીને પરણ્યો.
* યૂસફને ગુલામોનો વેપાર કરનારા એક મિદ્યાની જૂથ દ્વારા ઈજીપ્તમાં લઈ જવામાં આવ્યો હતો.
* ઘણાં વર્ષો બાદ કનાન દેશમાં મિદ્યાનીઓએ ઇઝરાયલીઓ પર હુમલા કર્યાં અને ધાડો પાડી.
તેઓને હરાવવા માટે ગિદિયોને ઇઝરાયલીઓની આગેવાની કરી.
* વર્તમાન સમયના અરેબિયાના ઘણા કુળો આ જૂથના વંશજો છે.
(આ પણ જૂઓ: [અરેબિયા](../names/arabia.md), [ઈજીપ્ત](../names/egypt.md), [ટોળા](../other/flock.md), [ગિદિયોન](../names/gideon.md), [યિથ્રો](../names/jethro.md), [મૂસા](../names/moses.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 7:29-30](rc://gu/tn/help/act/07/29)
* [નિર્ગમન 2:15-17](rc://gu/tn/help/exo/02/15)
* [ઉત્પત્તિ 25:1-4](rc://gu/tn/help/gen/25/01)
* [ઉત્પત્તિ 36:34-36](rc://gu/tn/help/gen/36/34)
* [ઉત્પત્તિ 37:27-28](rc://gu/tn/help/gen/37/27)
* [ન્યાયધીશો 7:1](rc://gu/tn/help/jdg/07/01)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[16:3](rc://gu/tn/help/obs/16/03)__ પણ પછી લોકો ઈશ્વરને ભૂલી ગયા અને તેઓએ મૂર્તિપૂજા કરવાની શરૂઆત કરી.
તેથી ઈશ્વરે તેઓને __મિદ્યાનીઓ__ એટલે કે નજીકના એક શત્રુજૂથ દ્વારા હારવા દીધા.
* __[16:4](rc://gu/tn/help/obs/16/04)__ ઇઝરાયલીઓ ખૂબ જ ડરી ગયા, તેઓ ગુફાઓમાં છૂપાતા હતા કે જેથી __મિદ્યાનીઓ__ તેમને શોધી શકે નહિ.
* __[16:11](rc://gu/tn/help/obs/16/11)__ તે માણસના મિત્રે કહ્યું, “આ સ્વપ્નનો અર્થ થાય છે કે ગિદિયોનનું સૈન્ય __મીદ્યાનીઓના__ સૈન્યને હરાવશે!”
* __[16:14](rc://gu/tn/help/obs/16/14)__ ઈશ્વરે __મીદ્યાનીઓને__ ગુંચવી નાખ્યા, કે જેથી તેઓએ એકબીજા પર હુમલો કરવાનું અને મારી નાખવાનું શરૂ કર્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H4080, H4084, H4092