gu_tw/bible/names/melchizedek.md

38 lines
3.8 KiB
Markdown

# મલ્ખીસેદેક
## તથ્યો:
જ્યારે ઇબ્રાહિમ જીવતો હતો તે સમય દરમ્યાન, મલ્ખીસેદેક શાલેમ (પાછળથી “યરુશાલેમ”) શહેરનો રાજા હતો.
* મલ્ખીસેદેકના નામનો અર્થ “ન્યાયીપણાનો રાજા” થાય છે અને તેના ખિતાબ “શાલેમનો રાજા”નો અર્થ “શાંતિનો રાજા” થાય છે.
* તેને “પરાત્પર ઈશ્વરનો યાજક” પણ કહેવામાં આવતો હતો.
* જ્યારે ઇબ્રામે શક્તિશાળી રાજાઓના હાથમાંથી પોતાના ભત્રીજા લોતને છોડાવ્યો તે પછી મલ્ખીસેદેકે ઇબ્રામને રોટલી તથા દ્રાક્ષારસ પીરસ્યાં ત્યારે બાઇબલમાં તેનો પ્રથમ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇબ્રામે પોતાની જીતની લૂંટમાંથી મલ્ખીસેદેકને દશમો ભાગ આપ્યો.
* નવા કરારમાં, મલ્ખીસેદેકને જેના કોઈ માતાપિતા ન હતા તે રીતે દર્શાવવામાં આવ્યો છે.
તેને એક યાજક અને રાજા કહેવામાં આવ્યો છે કે જે સદાકાળ માટે રાજ કરશે.
* નવો કરાર એ પણ કહે છે કે ઈસુ “મલ્ખીસેદેકના યાજકપદના નિયમ” અનુસાર યાજક છે.
ઈસુ ઇઝરાયલના યાજકોની જેમ લેવીના વંશમાં નહોતા જન્મ્યા.
તેમનું યાજકપદ મલ્ખીસેદેકની જેમ સીધું ઈશ્વર તરફથી હતું.
* બાઇબલમાં તેના વિષેના આ વર્ણનોના આધારે, મલ્ખીસેદેક એક માનવીય યાજક હતો કે જેને ઈશ્વર દ્વારા ઈસુનું પ્રતિનિધિત્વ કરવા અથવા તો આવનાર ઈસુનો નિર્દેશ કરવા પસંદ કરવામાં આવ્યો હતો, એ ઈસુ કે જેઓ શાંતિના અને ન્યાયીપણાના અનંતકાળીક રાજા અને આપણા મહાન પ્રમુખ યાજક છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇબ્રાહિમ](../names/abraham.md), [અનંતકાળીક](../kt/eternity.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md), [યરુશાલેમ](../names/jerusalem.md), [લેવી](../names/levite.md), [યાજક](../kt/priest.md), [ન્યાયી](../kt/righteous.md))
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 14:17-18](rc://gu/tn/help/gen/14/17)
* [હિબ્રૂ 6:19-20](rc://gu/tn/help/heb/06/19)
* [હિબ્રૂ 7:15-17](rc://gu/tn/help/heb/07/15)
* [ગીતશાસ્ત્ર 110:4](rc://gu/tn/help/psa/110/004)
## શબ્દ માહિતી:
* Strong's: H4442, G3198