gu_tw/bible/names/josephot.md

3.6 KiB

યૂસફ (જૂના કરાર)

સત્યો:

યૂસફ એ યાકૂબનો અગિયારમો દીકરો હતો અને તેની માતા રાહેલ માટે પ્રથમ દીકરો હતો.

  • યૂસફ તેના પિતાનો માનીતો દીકરો હતો.
  • તેના ભાઈઓને તેની ઈર્ષા હતી અને તેને ગુલામીમાં વેચી દીધો.
  • જયારે તે મિસરમાં હતો, ત્યારે યૂસફ ઉપર ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને કેદખાનામાં નાખવામાં આવ્યો.
  • યૂસફ મુશ્કેલીઓમાં હોવા છતાં, દેવને વિશ્વાસુ રહ્યો.
  • દેવ તેને મિસરમાં સત્તાના બીજા ક્રમના સૌથી ઊંચા દરજ્જામાં લાવ્યો અને જયારે ખૂબ ઓછો ખોરાક હતો ત્યારે લોકોને બચાવવા તેનો ઉપયોગ કર્યો.

મિસરના લોકો અને તેના પોતાના કુટુંબને ભૂખે મરવાથી દૂર રાખ્યા હતા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મિસર, યાકૂબ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:2 _યૂસફ_ના ભાઈઓએ તેને નફરત કરી કારણકે તેનો પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતો હતો અને યૂસફને સ્વપ્ન આવ્યું કે તે તેઓનો શાસક બનશે.
  • __8:4__ગુલામ વેપારીઓ _યૂસફ_ને મિસરમાં લઈ ગયા.
  • __8:5__જેલમાં હોવા છતાં, યૂસફ દેવને વિશ્વાસુ રહ્યો.
  • __8:7__દેવે _યૂસફ_ને સ્વપ્નોના અર્થઘટન કરવાની ક્ષમતા આપી, જેથી ફારુન યૂસફને જેલમાંથી બહાર લાવ્યો.
  • 8:9 _યૂસફે લોકોને ફસલના સારા સાત વર્ષો દરમ્યાન અનાજને પુષ્કળ પ્રમાણમાં સગ્રહ કરવા કહ્યું.
  • 9:2 જે બધી મદદ યુસુફે મિસરીઓને કરી, તે તેમણે યાદ રાખી નહીં.

શબ્દ માહિતી:

  • Strong's: H3084, H3130, G2500, G2501