gu_tw/bible/names/josephnt.md

53 lines
5.3 KiB
Markdown

# યૂસફ (નવાકરાર)
## સત્યો:
યૂસફ એ ઈસુના પાલક પિતા હતા અને તેમણે તેને દીકરા તરીકે ઉછેર્યો.
તે ન્યાયી માણસ હતો કે જે સુથારીકામ કરતો હતો.
* યૂસફનું મરિયમ નામની યહૂદી છોકરી સાથે સગપણ થયું, જયારે તેઓની સગપણ થયુ હતું, ત્યારે દેવે તેણીને ઈસુ મસીહની માતા બનવા પસંદ કરી.
* એક દૂતે યૂસફને કહ્યું કે મરિયમે પવિત્ર આત્મા દ્વારા ચમત્કારીક રીતે ગર્ભ ધર્યો છે, અને તે મરિયમનું બાળક દેવનો પુત્ર હતો.
* ઈસુના જન્મ પછી, એક દૂતે હેરોદથી બચવા માટે બાળક અને મરિયમને લઈને મિસરમાં જવા માટે યૂસફને ચેતવણી આપી.
* પાછળથી યૂસફ અને તેનું કુટુંબ ગાલીલના નાઝરેથના શહેરમાં રહેતા હતા, જ્યાં તે સુથારી કામ કરીને નિર્વાહ ચલાવતા હતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ખ્રિસ્ત](../kt/christ.md), [ગાલીલ](../names/galilee.md), [ઈસુ](../kt/jesus.md), [નાઝરેથ](../names/nazareth.md), [દેવનો પુત્ર](../kt/sonofgod.md), [કુંવારી)
## બાઈબલની કલમો:
* [યોહાન 1:43-45](../other/virgin.md)
* [લૂક 1:26-29](rc://gu/tn/help/jhn/01/43)
* [લૂક 2:4-5](rc://gu/tn/help/luk/01/26)
* [લૂક 2:15-16](rc://gu/tn/help/luk/02/04)
* [માથ્થી 1:18-19](rc://gu/tn/help/luk/02/15)
* [માથ્થી 1:24-25](rc://gu/tn/help/mat/01/18)
* [માથ્થી 2:19-21](rc://gu/tn/help/mat/01/24)
* [માથ્થી 13:54-56](rc://gu/tn/help/mat/02/19)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[22:4](rc://gu/tn/help/mat/13/54)__તેણી (મરિયમ) કુંવારી હતી અને_ યૂસફ_ નામનાં માણસ સાથે લગ્ન કરવા માટે સગપણ થયું હતું.
મરિયમનું જે માણસ, _યૂસફ_ સાથે સગપણ થયું હતું, તે ન્યાયી માણસ હતો.
જયારે તેણે સાભળ્યું કે મરિયમ ગર્ભવતી છે, ત્યારે તેને ખબર હતી કે તે તેનું બાળક નથી.
તે તેણીને શરમાવવા માંગતો નહોતો, જેથી તેને ગુપ્ત રીતે તેણીને છૂટાછેડા આપવાની યોજના કરી.
* __[23:2](rc://gu/tn/help/obs/22/04)__ દૂતે _યૂસફ_ને કહ્યું, મરિયમને તારી પત્ની તરીકે લઈ જવા માટે બીશ નહીં.
તેણીના શરીરમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.
તેણી પુત્રને જન્મ દેશે.
તેનું નામ ઈસુ રાખજે (કે જેનો અર્થ, ‘યહોવા બચાવે છે’), કારણકે “તે લોકોને તેઓના પાપોથી બચાવશે.”
* __[23:3](rc://gu/tn/help/obs/23/01)__જેથી _યૂસફે_ મરિયમ સાથે લગ્ન કર્યા અને તેણીને તેની પત્ની તરીકે તેના ઘેર લઈ ગયો, પણ જ્યાં સુધી તેણે બાળકને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેને જાણી નહીં.
* __[23:4](rc://gu/tn/help/obs/23/02)__યૂસફ અને મરિયમે નાઝરેથ જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી બેથલેહેમ માટે લાંબી મુસાફરી કરવી પડી, કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
* __[26:4](rc://gu/tn/help/obs/23/03)__ઈસુએ કહ્યું, “હમણાં જે વચનો મેં તમારી આગળ વાંચ્યા તે તમારી આગળ અત્યારે પૂર્ણ થઈ રહ્યું છે.”
બધા લોકો આશ્ચર્ય પામ્યા.
તેઓએ કહ્યું, “શું આ _યૂસફ_નો દીકરો નથી?”
## શબ્દ માહિતી:
* Strong's: G2501