gu_tw/bible/names/jethro.md

34 lines
3.2 KiB
Markdown

# યિથ્રો, રેઉએલ
## સત્યો:
“યિથ્રો” અને “રેઉએલ” બંને નામો મૂસાની પત્ની, સિપ્પોરાહના પિતાને દર્શાવે છે.
જૂના કરારમાં બીજા પણ બે માણસોના નામ “રેઉએલ” હતા.
* જયારે મૂસા મિદ્યાનની ભૂમિમાં ભરવાડ હતો, ત્યારે તેણે રેઉએલ નામનાં મિદ્યાની માણસની દીકરી સાથે લગ્ન કર્યા.
* પાછળથી રેઉએલને મિદ્યાનના યાજક, “યિથ્રો” તરીકે ઓળખાવ્યો છે.
“રેઉએલ” તે તેના વંશ/કુળનું નામ હોઈ શકે છે.
* જયારે મૂસા યિથ્રોના ઘેટાંની દેખરેખ રાખતો હતો, ત્યારે દેવે બળતા ઝાડવામાંથી મૂસા સાથે વાત કરી.
* કેટલાક સમય પછી, દેવ ઈઝરાએલીઓને મિસરમાંથી બચાવ્યા પછી, યિથ્રો ઈઝરાએલીઓ પાસે અરણ્યમાં આવ્યો અને મૂસાને લોકોની બાબતોના ન્યાય કરવા વિશે સારી સલાહ આપી.
* જયારે તેણે ઈઝરાએલીઓ માટે મિસરમાં દેવે કરેલા બધા ચમત્કારો વિશે સાંભળ્યું ત્યારે તેણે દેવમાં વિશ્વાસ કર્યો.
* એસાવના દીકરાઓમાંના એકનું નામ રેઉએલ હતું.
* બીજા એક રેઉએલ નામનાં માણસનો ઉલ્લેખ ઈઝરાએલીઓની વંશાવળીમાં થયો છે કે જે બાબિલના બંદીવાસના પૂરો થયા પછી યહૂદામાં ફરીથી વસવા પાછા ફર્યો.
(ભાષાંતર ના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બંદીવાસ](../other/captive.md), [કુળ](../other/clan.md), [રણ](../other/desert.md), [મિસર](../names/egypt.md), [એસાવ](../names/esau.md), [ચમત્કાર](../kt/miracle.md), [મૂસા](../names/moses.md), [અરણ્ય](../other/desert.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 1:34-37](rc://gu/tn/help/1ch/01/34)
* [નિર્ગમન 2:18-20](rc://gu/tn/help/exo/02/18)
* [નિર્ગમન 3:1-3](rc://gu/tn/help/exo/03/01)
* [નિર્ગમન 18:1-4](rc://gu/tn/help/exo/18/01)
* [ગણના 10:29-30](rc://gu/tn/help/num/10/29)
## શબ્દ માહિતી:
* Strong's: H3503, H7467