gu_tw/bible/names/jeremiah.md

37 lines
3.8 KiB
Markdown

# યર્મિયા
## સત્યો:
યર્મિયા યહૂદાના રાજ્યમાં દેવનો પ્રબોધક હતો.
યર્મિયાના જૂના કરારના પુસ્તકમાં તેની ભવિષ્યવાણીઓનો સમાવેશ થયેલો છે.
* બીજા પ્રબોધકોની જેમ, યર્મિયાએ વારંવાર ઈઝરાએલના લોકોને ચેતવણી આપી કે દેવ તેઓને તેમના પાપોની શિક્ષા કરવા જઈ રહ્યો હતો.
* યર્મિયા એ ભવિષ્યવાણી કરી કે બાબિલોનીઓ યરૂશાલેમને બંદી બનાવશે, જેથી યહૂદાના કેટલાક લોકો ક્રોધિત થયા.
જેથી તેઓએ તેને ઊંડા, સૂકા ટાંકામાં નાંખ્યો અને મરવા માટે ત્યાં છોડી દીધો.
પણ યહૂદાના રાજાએ તેના નોકરોને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢવા આદેશ આપ્યો.
* યર્મિયાએ જયારે તેના લોકોની પીડા અને બળવાખોરી જોઈ તેણે પોતાની ઊંડી નિરાશાને દર્શાવવા લખ્યું કે તેની આંખો “આંસુઓનો ઝરો” હોત તો કેવું સારું, (તેવી ઈચ્છા વ્યક્ત કરી).
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [બાબિલ](../names/babylon.md), [યહૂદા](../names/kingdomofjudah.md), [પ્રબોધક](../kt/prophet.md), [બંડ કરવું](../other/rebel.md), [પીડા](../other/suffer.md), [કૂવો](../other/well.md))
## બાઈબલની કલમો:
* [2કાળવૃતાંત 35:25](rc://gu/tn/help/2ch/35/25)
* [યર્મિયા 1:1-3](rc://gu/tn/help/jer/01/01)
* [યર્મિયા 11:1-2](rc://gu/tn/help/jer/11/01)
* [માથ્થી 2:17-18](rc://gu/tn/help/mat/02/17)
* [માથ્થી 16:13-16](rc://gu/tn/help/mat/16/13)
* [માથ્થી 27:9-10](rc://gu/tn/help/mat/27/09)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[19:17](rc://gu/tn/help/obs/19/17)__ એક વખત, __યર્મિયા__ ને સુકા ટાંકામાં નાખવામાં આવ્યો અને ત્યાં મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો. તે માટીમાં ખુંપાયી ગયો કે જે ટાંકાનું તળિયું હતું, પણ પછી રાજાને તેના ઉપર દયા આવી અને તે મૃત્યુ પામે તે પહેલા __યર્મિયા__ ને ટાંકામાંથી બહાર ખેંચી કાઢવા તેના ચાકરોને આદેશ આપ્યો.
* __[21:5](rc://gu/tn/help/obs/21/05)__ __યર્મિયા__ પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કરાર કર્યો હતો તેવો નહીં હોય.
## શબ્દ માહિતી:
* Strong's: H3414, G2408