gu_tw/bible/names/jehu.md

29 lines
2.6 KiB
Markdown

# યેહૂ
## સત્યો:
જૂના કરારમાં યેહૂ નામનાં બે માણસો હતા.
* હનાનીનો દીકરો યેહૂ ઈઝરાએલના રાજા આહાબ અને યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન પ્રબોધક હતો.
* યહોશાફાટનો દીકરો (અથવા વંશજ) યેહૂ ઈઝરાએલી લશ્કરમાં સેનાપતિ હતો કે જેને એલિશા પ્રબોધકે રાજા થવા માટે અભિષિક્ત કર્યો.
* યેહૂ રાજાએ, ઈઝરાએલનો રાજા યોરામ અને યહૂદાના રાજા અહાઝ્યા એ બે દુષ્ટ રાજાઓને મારી નાખ્યા હતા.
* યેહૂ રાજાએ ભૂતપૂર્વ આહાબ રાજાના સંબંધીઓને અને દુષ્ટ રાણી ઈઝેબેલને પણ મારી નાંખી હતી.
* યેહૂ રાજાએ સમરૂનમાં બઆલની પૂજાના બધા સ્થળોનો નાશ કર્યો અને બઆલના બધા પ્રબોધકોને મારી નાખ્યા.
* યેહૂ રાજાએ ફક્ત, સાચા દેવ, યહોવાની સેવા કરી, અને તે ઈઝરાએલ ઉપર અઠ્ઠાવીસ વર્ષો માટે રાજા હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આહાબ](../names/ahab.md), [અહાઝ્યા](../names/ahaziah.md), [બઆલ](../names/baal.md), [એલિશા](../names/elisha.md), [યહોશાફાટ](../names/jehoshaphat.md), [યેહૂ](../names/jehu.md), [ઈઝેબેલ](../names/jezebel.md), [યોરામ](../names/joram.md), [યહૂદા](../names/kingdomofjudah.md), [સમરૂન](../names/samaria.md))
## બાઈબલની કલમો:
* [1કાળવૃતાંત 4:34-38](rc://gu/tn/help/1ch/04/34)
* [1 રાજા 16:1-2](rc://gu/tn/help/1ki/16/01)
* [2 કાળવૃતાંત 19:1-3](rc://gu/tn/help/2ch/19/01)
* [2 રાજા 10:8-9](rc://gu/tn/help/2ki/10/08)
* [હોશિયા 1:3-5](rc://gu/tn/help/hos/01/03)
## શબ્દ માહિતી:
* Strong's: H3058