gu_tw/bible/names/jacob.md

43 lines
5.1 KiB
Markdown

# ઈઝરાએલ, ઈઝરાએલી, ઈઝરાએલીઓ, યાકૂબ
## સત્યો:
યાકૂબ એ ઈસહાક અને રિબકાનો જોડિયો નાનો દીકરો હતો.
* યાકૂબના નામનો અર્થ, “એડી પકડીને આવનાર” કે જે અભિવ્યક્તિનો અર્થ, “તે છેતરે છે.” જયારે યાકૂબ જન્મ્યો હતો, ત્યારે તેણે તેના જોડિયા ભાઈ એસાવની એડી પકડી હતી.
* ઘણા વર્ષો પછી, દેવે યાકૂબનું નામ બદલી “ઈઝરાએલ” રાખ્યું, કે જેનો અર્થ “તે દેવ સાથે સંઘર્ષ કરે છે.”
* યાકૂબ ચાલાક અને કપટી હતો. તેણે તેના મોટા ભાઈ એસાવથી પ્રથમજનિતનો આશીર્વાદ અને વારસાઈના અધિકારો લઈ લેવાનો માર્ગ શોધ્યો.
* એસાવ ગુસ્સે હતો અને તેને મારી નાખવાની યોજના ઘડી, જેથી યાકૂબ તેના વતનથી દૂર જતો રહ્યો.
પણ વર્ષો પછી યાકૂબ તેની પત્નીઓ અને બાળકો સાથે કનાનની ભૂમિમાં પાછા ફર્યો કે જ્યાં એસાવ રહેતો હતો, અને તેઓના કુટુંબો એક બીજાની નજીક શાંતિથી રહ્યાં.
* યાકૂબને બાર દીકરા હતા. તેઓના વંશજો ઈઝરાએલના બાર કુળો બન્યા.
* બીજો યાકૂબ નામનો માણસ માથ્થીની વંશાવળીમાં યૂસફના પિતાની યાદીમાં આવે છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [છેતરવું](../other/deceive.md), [એસાવ](../names/esau.md), [ઈસહાક](../names/isaac.md), [ઈઝરાએલ](../kt/israel.md), [રિબકા](../names/rebekah.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 7:11-13](rc://gu/tn/help/act/07/11)
* [પ્રેરિતો 7:44-46](rc://gu/tn/help/act/07/44)
* [ઉત્પત્તિ 25:24-26](rc://gu/tn/help/gen/25/24)
* [ઉત્પત્તિ 29:1-3](rc://gu/tn/help/gen/29/01)
* [ઉત્પત્તિ 32:1-2](rc://gu/tn/help/gen/32/01)
* [યોહાન 4:4-5](rc://gu/tn/help/jhn/04/04)
* [માથ્થી 8:11-13](rc://gu/tn/help/mat/08/11)
* [માથ્થી 22:31-33](rc://gu/tn/help/mat/22/31)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[7:1](rc://gu/tn/help/obs/07/01)__ જેમ છોકરાઓ મોટા થતા ગયા, રિબકાએ __યાકૂબ__ ને પ્રેમ કર્યો, પણ ઈસહાકે એસાવને પ્રેમ કર્યો. __યાકુબને__ ઘરમાં રહેવાનું પસંદ હતું, પણ એસાવને શિકાર કરવાનું પસંદ હતું.
* __[7:7](rc://gu/tn/help/obs/07/07)__ __યાકૂબ__ ત્યાં ઘણા વર્ષો રહ્યો, અને તે સમય દરમ્યાન તેણે લગ્ન કર્યા અને તેને બાર દીકરા અને દીકરી થયા. દેવે તેને ખૂબ શ્રીમંત કર્યો.
* __[7:8](rc://gu/tn/help/obs/07/08)__ કનાનમાંના તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી __યાકૂબ__ તેના કુટુંબ, તેના ચાકરો, અને તેના બધા ટોળા અને પ્રાણીઓ સાથે પાછો ફર્યો.
* __[7:10](rc://gu/tn/help/obs/07/10)__ દેવે ઈબ્રાહિમને જે કરાર વચનો આપ્યા તે વચનો પછી ઈસહાક અને હવે __યાકૂબ__ ને પસાર કરવામાં આવ્યા.
* __[8:1](rc://gu/tn/help/obs/08/01)__ ઘણા વર્ષો પછી, જયારે __યાકૂબ__ એક વૃદ્ધ માણસ હતો, ત્યારે તેણે તેના વ્હાલા દીકરા, યૂસફને તેના ભાઈઓ ટોળા સાચવતા હતા ત્યાં તેઓની તપાસ કરવા તેને મોકલ્યો.
## શબ્દ માહિતી:
* Strong's: H3290, G2384