gu_tw/bible/names/horeb.md

2.6 KiB

હોરેબ

વ્યાખ્યા:

હોરેબ પર્વત એ સિનાઈ પર્વત માટેનું બીજું નામ છે, જ્યાં દેવે મૂસાને દસ આજ્ઞાઓ સાથે શિલાપાટીઓ આપી.

  • હોરેબ પર્વતને “દેવનો પર્વત” કહેવામાં આવે છે.
  • હોરેબ એ સ્થળ હતું કે, જ્યાં મૂસા જયારે ઘેટાં ચરાવતો હતો ત્યારે તેણે બળતું ઝાડવું જોયું.
  • હોરેબ પર્વત એ સ્થળ હતું કે જ્યાં દેવે શિલાપાટીઓ પર તેની દસ આજ્ઞાઓ લખીને આપી, અને ઈઝરાએલીઓ સાથે તેનો કરાર પ્રગટ કર્યો.
  • તે એ પણ સ્થળ હતું કે જ્યાં દેવે જયારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે ઈઝરાએલીઓ માટે પાણી પૂરું પાળવા માટે મૂસાને ખડક પર મારવા કહ્યું.
  • આ પર્વતનું ચોક્કસ સ્થાન ખબર નથી, પણ તે કદાચ દક્ષિણ ભાગમાં કે જ્યાં હાલમાં સિનાઈ દ્વીપકલ્પ છે.
  • તે શક્ય છે કે પર્વતનું વાસ્તવિક નામ “હોરેબ” હતું, અને કે જે “સિનાઈનો ટેકરો” નો સામાન્ય અર્થ “સિનાઈનો પર્વત,” એ સત્યને દર્શાવવા માટે કે હોરેબ પર્વત સિનાઈના રણમાં આવેલો હતો.

(આ પણ જુઓ: કરાર, ઈઝરાએલ, મૂસા, સિનાઈ, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2722