gu_tw/bible/names/hamath.md

29 lines
2.5 KiB
Markdown

# હમાથ, હમાથીઓ, લિબો હમાથ
## સત્યો:
હમાથ સિરિયાની ઉત્તરમાં, કનાનની ભૂમિની ઉત્તરે આવેલું એક મહત્વનું શહેર હતું.
હમાથીઓ એ નૂહના દીકરા કનાનના વંશજો હતા.
* કદાચ “લેબો હમાથ” નામ એ હમાથ શહેરની નજીકથી પસાર થતા પર્વતને દર્શાવે છે.
* કેટલીક આવૃત્તિઓ “લેબો હમાથ” નું ભાષાંતર “હમાથના પ્રવેશ” તરીકે કરે છે.
* દાઉદ રાજાએ હમાથના રાજા ટોઈના શત્રુઓનો હરાવ્યા, જેથી તેઓ સારી રીતે સુલેહમાં રહેવા લાગ્યા.
* હમાથ સુલેમાન રાજાના શહેરોમાંનું એક શહેર હતું કે જ્યાં ખાદ્યસામગ્રી રાખવામાં આવતી હતી.
* હમાથની ભૂમિ કે જ્યાં નબૂખાદનેસ્સાર રાજા દ્વારા સિદકિયા રાજાને મારી નાખવામાં આવ્યો હતો અને યહોઆહાઝ રાજાને મિસરી ફારુન દ્વારા પકડી લઈ જવામાં આવ્યો હતો.
* “હમાથી” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે હમાથથી છે,” એમ પણ કરી શકાય છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર](rc://gu/ta/man/translate/translate-names)
(આ પણ જુઓ: [બાબિલ](../names/babylon.md), [કનાન](../names/canaan.md), [નબૂખાદનેસ્સાર](../names/nebuchadnezzar.md), [સિરિયા](../names/syria.md), [સિદકિયા](../names/zedekiah.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 18:3-4](rc://gu/tn/help/1ch/18/03)
* [2 શમુએલ 8:9-10](rc://gu/tn/help/2sa/08/09)
* [આમોસ 6:1-2](rc://gu/tn/help/amo/06/01)
* [હઝકિયેલ 47:15-17](rc://gu/tn/help/ezk/47/15)
## શબ્દ માહિતી:
* Strong's: H2574, H2577