gu_tw/bible/names/elijah.md

41 lines
5.2 KiB
Markdown

# એલિયા
## સત્યો:
એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો.
એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.
* દેવે એલિયા દ્વારા ઘણા ચમત્કારો કર્યા, જેમાં મરેલા છોકરાને સજીવન કર્યો, તેનો પણ સમાવેશ થાય છે.
* એલિયા એ જૂઠા દેવ બઆલની પૂજા કરવાને બદલે આહાબ રાજાને ઠપકો આપ્યો.
* તેણે યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા બઆલના પ્રબોધકોની પરીક્ષા કરી પડકાર આપ્યો.
* એલિયાના જીવનના અંતે, જયારે હજુ તે જીવતો હતો છતાં, દેવે ચમત્કારિક રીતે તેને સ્વર્ગમાં ઉપર લઈ લીધો.
* ઘણા વર્ષો પછી, એલિયા, મૂસા, અને ઈસુની સાથે પહાડ ઉપર દેખાયો, અને તેઓએ સાથે મળીને ઈસુનું યરૂશાલેમમાં આવવું, દુઃખ સહન કરવું અને મૃત્યુ પામવા વિશે વાતચીત કરી.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ચમત્કાર](../kt/miracle.md), [પ્રબોધક](../kt/prophet.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 17:1](rc://gu/tn/help/1ki/17/01)
* [2 રાજા 1:3-4](rc://gu/tn/help/2ki/01/03)
* [યાકૂબ 5:16-18](rc://gu/tn/help/jas/05/16)
* [યોહાન 1:19-21](rc://gu/tn/help/jhn/01/19)
* [યોહાન 1:24-25](rc://gu/tn/help/jhn/01/24)
* [માર્ક 9:4-6](rc://gu/tn/help/mrk/09/04)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[19:2](rc://gu/tn/help/obs/19/02)__ જયારે આહાબ ઈઝરાએલ ઉપર રાજા હતો ત્યારે __એલિયા__ પ્રબોધક હતો.
* __[19:2](rc://gu/tn/help/obs/19/02)__ __એલિયા__ એ આહાબ ને કહ્યું, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી ઈઝરાએલના રાજ્યમાં વરસાદ અથવા ઝાકળ પડશે નહીં.
* __[19:3](rc://gu/tn/help/obs/19/03)__ દેવે __એલિયા__ ને કહ્યું, આહાબ કે જે તને મારી નાખવા માંગે છે તેનાથી સંતાવા માટે અરણ્યના વહેળામાં જતો રહે. દરેક સવારે અને સાંજે, પક્ષીઓ તેના માટે રોટલી અને માંસ લાવતા.
* __[19:4](rc://gu/tn/help/obs/19/04)__ પણ તેઓએ __એલિયા__ ની સંભાળ રાખી, અને દેવે તેઓને પૂરું પાડ્યું જેથી કદી તેઓની માટલીમાંનો લોટ અને તેઓની બરણીમાંનું તેલ ખૂટ્યું નહીં.
* __[19:5](rc://gu/tn/help/obs/19/05)__ સાડા ત્રણ વર્ષ પછી, દેવે __એલિયા__ ને કહ્યું ઈઝરાએલના રાજ્યમાં પાછો જા અને આહાબ સાથે વાત કર, કારણકે તે ફરીથી વરસાદ મોકલવાનો હતો.
* __[19:7](rc://gu/tn/help/obs/19/07)__ પછી __એલિયા__ એ બઆલના પ્રબોધકોને કહ્યું, “બળદને મારી અને તેને બલિદાન માટે તૈયાર કરો, પણ અગ્નિ પેટાવશો નહીં.
* __[19:12](rc://gu/tn/help/obs/19/12)__ પછી __એલિયા__ એ કહ્યું, “બઆલના પ્રબોધકોમાંથી એક પણ બચી જવો જોઈએ નહીં!”
* __[36:3](rc://gu/tn/help/obs/36/03)__ પછી મૂસા અને __એલિયા__ પ્રબોધક દેખાયા. આ સમય પહેલા આ માણસો ઘણા વર્ષો જીવ્યા. તેઓએ ઈસુ સાથે તેનું મરણ કે જે ટૂંક સમયમાં યરૂશાલેમમાં થવાનું હતું તે વિશે વાત કરી.
## શબ્દ માહિતી:
* Strong's: H452, G2243