gu_tw/bible/names/edom.md

42 lines
3.0 KiB
Markdown

# અદોમ, અદોમી, અદોમીઓ, અદોમીયા (ઈદુમીયા)
## સત્યો:
અદોમ એ એસાવનું બીજું નામ હતું.
જ્યાં તે રહેતો હતો તે પ્રદેશ “અદોમ” અને પછી, “અદોમીયા” તરીકે પણ જાણીતો બન્યો.
“અદોમીઓ” એ તેના વંશજો હતા.
* સમય જતાં અદોમ પ્રદેશના સ્થળોને બદલાયા છે.
તે મોટેભાગે ઈઝરાએલના દક્ષિણમાં આવેલા હતા અને છેવટે તે યહૂદાના દક્ષિણ તરફ વિસ્તૃત પામ્યા.
* નવા કરારના સમય દરમ્યાન, અદોમે યહૂદિયાના દક્ષિણનો અર્ધો પ્રાંત આવરી લીધો.
ગ્રીકમાં તે “અદોમીયા (ઈદુમીયા)” કહેવાય છે.
* “અદોમ” નો અર્થ “લાલ” છે જે કદાચ તે હકીકત દર્શાવે છે કે જયારે એસાવ જન્મ્યો હતો ત્યારે લાલ રંગના વાળથી ઢંકાયેલો હતો.
અથવા કદાચ તે લાલ શાક કે જેને લીધે તેણે તેનું જ્યેષ્ઠ વેચી લીધું હતું, તેને દર્શાવે છે.
* જૂના કરારમાં, મોટેભાગે અદોમના દેશને ઈઝરાએલના શત્રુ તરીકે ઉલ્લેખવા આવ્યો છે.
* ઓબાદ્યાનું સમગ્ર પુસ્તક અદોમના વિનાશ વિશે છે.
જૂના કરારના અન્ય બીજા પ્રબોધકો પણ અદોમની વિરુદ્ધ નકારાત્મક ભવિષ્યવાણીઓ બોલ્યાં.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [વિરોધી](../other/adversary.md), [જ્યેષ્ઠપણું](../kt/birthright.md), [એસાવ](../names/esau.md), [ઓબાદ્યા](../names/obadiah.md), [પ્રબોધક](../kt/prophet.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 25:29-30](rc://gu/tn/help/gen/25/29)
* [ઉત્પત્તિ 32:3-5](rc://gu/tn/help/gen/32/03)
* [ઉત્પત્તિ 36:1-3](rc://gu/tn/help/gen/36/01)
* [યશાયા 11:14-15](rc://gu/tn/help/isa/11/14)
* [યહોશૂઆ 11:16-17](rc://gu/tn/help/jos/11/16)
* [ઓબાદ્યા 1:1-2](rc://gu/tn/help/oba/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H123, H130, H8165, G2401