gu_tw/bible/names/dan.md

27 lines
1.9 KiB
Markdown

# દાન
## સત્યો:
દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.
* ઈબ્રામના સમય દરમ્યાન, આ દાન નામનું શહેર યરૂશાલેમની પ્રશ્ચિમે આવેલું હતું.
* વર્ષો પછી, ઈઝરાએલ દેશ વચનની ભૂમિમાં પ્રવેશ્યો તે સમય દરમ્યાન, દાન નામનું અલગ શહેર હતું, જે લગભગ યરૂશાલેમથી ઉત્તર દિશા તરફ 60 ગાઉ ઉપર આવેલું હતું.
“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [યરૂશાલેમ](../names/jerusalem.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1કાળવૃતાંત 12:34-35](rc://gu/tn/help/1ch/12/34)
* [1 રાજા 4:24-25](rc://gu/tn/help/1ki/04/24)
* [નિર્ગમન 1:1-5](rc://gu/tn/help/exo/01/01)
* [ઉત્પત્તિ 14:13-14](rc://gu/tn/help/gen/14/13)
* [ઉત્પત્તિ 30:5-6](rc://gu/tn/help/gen/30/05)
## શબ્દ માહિતી:
* Strong's: H1835, H1839, H2051