gu_tw/bible/names/caleb.md

41 lines
3.2 KiB
Markdown

# કાલેબ
## સત્યો:
કાલેબ બાર ઈઝરાએલી જાસૂસોમાંનો એક હતો, જેને મૂસાએ કનાનની ભૂમિની તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો.
* તેણે અને યહોશુઆએ લોકોને દેવની મદદ પર ભરોસો રાખી કનાનીઓનો પરાજય કરવા કહ્યું.
* યહોશુઆ અને કાલેબ તેઓની પેઢીમાં ફક્ત એવા પુરુષો હતા કે જેઓને કનાનની વચનની ભૂમિમાં પ્રવેશ કરવા પરવાનગી મળી.
* કાલેબે વિનંતી કરી કે હેબ્રોનની જમીન તેને અને તેના કુટુંબને આપવામાં આવે.
તેને ખબર હતી કે જે લોકો ત્યાં રહે છે તેઓનો પરાજય કરવા ઈશ્વર તેને મદદ કરશે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હેબ્રોન](../names/hebron.md), [યહોશુઆ](../names/joshua.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 4:13-16](rc://gu/tn/help/1ch/04/13)
* [યહોશુઆ 14:6-7](rc://gu/tn/help/jos/14/06)
* [ન્યાયાધીશો 1:11-13](rc://gu/tn/help/jdg/01/11)
* [ગણના 32:10-12](rc://gu/tn/help/num/32/10)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[14:4](rc://gu/tn/help/obs/14/04)__ જયારે ઈઝરાએલીઓ કનાનને છેડે પહોંચ્યા ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એક એમ બાર પુરુષો પસંદ કર્યા.
તેણે તે માણસોને સૂચના આપી કે જાઓ અને જઈને જાસુસી કરો કે તે કેવી જમીન છે.
* __[14:6](rc://gu/tn/help/obs/14/06)__તરત જ __કાલેબ__ અને યહોશુઆએ, જે બાકીના બે જાસુસ હતા તેમને કહ્યુ કે, "તે સાચું છે કે કનાનના લોકો કદાવર અને મજબૂત છે પણ આપણે તેઓને ખરેખર હરાવી દઈશું!”
દેવ આપણા માટે લડશે!"
* __[14:8](rc://gu/tn/help/obs/14/08)__ " યહોશુઆ અને __કાલેબ__ વગર, જેઓ વીસ વર્ષથી વધારે ઉંમરવાળા હતા, તેઓ વચનના દેશમાં પ્રવેશ કરી શક્યા નહીં"
જેથી તેઓ તે જગ્યામાં શાંતિથી રહી શક્યા.
## શબ્દ માહિતી:
* Strong's: H3612, H3614