gu_tw/bible/names/caesar.md

3.0 KiB

કૈસર

સત્યો:

“કૈસર” શબ્દ, નામ અથવા શીર્ષક તરીકે રોમન સામ્રાજ્યના ઘણા શાસકો દ્વારા વાપરવામાં આવતો હતો. બાઈબલમાં આ નામ ત્રણ અલગ અલગ રોમન શાસકોને દર્શાવે છે.

  • પહેલો રોમન કૈસર નામનો શાસક “કૈસર ઓગસ્તસ” હતો, કે જે ઇસુનો જન્મ થયો હતો તે સમય દરમ્યાન શાસન કરતો હતો.
  • લગભગ ત્રીસ વર્ષો પછી, તે સમયે કે જયારે યોહાન બાપ્તિસ્ત પ્રચાર કરતો હતો, તે સમયે તિબેરીઅસ કૈસર રોમન સામ્રાજ્યનો શાસક હતો.

જયારે ઈસુએ લોકોને કહ્યું કે, જે કૈસરનું છે તે તેને આપવું ઉચિત છે અને જે દેવનું છે તે દેવને આપવું ઉચિત છે, આ સમય દરમ્યાન તિબેરીઅસ કૈસર હજુ રોમમાં શાસન કરી રહ્યો હતો.

  • જયારે પાઉલે કૈસરને અરજ કરી, જે રોમન સમ્રાટ, નીરોને દર્શાવે છે, કે જેનું શીર્ષક પણ “કૈસર” હતું.

જયારે “કૈસરનું” શીર્ષક તેના પોતાના માટે વાપરવામાં આવ્યું છે, જેનું ભાષાંતર, “સમ્રાટ” તરીકે અથવા “રોમન શાસક” પણ કરી શકાય છે.

  • નામોમાં જેવા કે કૈસર ઓગસ્તસ અથવા તિબેરીઅસ કૈસર, “કૈસર” નો ઉચ્ચાર રાષ્ટ્રીય ભાષાના ઉચ્ચાર સાથે બંધ બેસતો હોવો જોઈએ.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: રાજા, પાઉલ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2541