gu_tw/bible/names/babel.md

31 lines
2.3 KiB
Markdown

# બાબિલ
## સત્યો:
બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું.
પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.
* બાબિલ શહેર હામના પૌત્ર દ્વારા સ્થપાયું હતું, નિમ્રોદ કે જેણે શિનઆર પ્રાંતમાં રાજ્ય કર્યું.
* શિનઆરના લોકો અભિમાની બન્યા, અને તેઓએ આકાશમાં પહોચે એવો ઊંચો બુરજ બાંધવાનો નિર્ણય કર્યો.
તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.
* કારણકે લોકો દેવની આજ્ઞાનો ઈન્કાર કરીને બીજી જગ્યામાં વિસ્તરી જવાને બદલે બુરજ બાંધવાની શરૂઆત કરી, તેથી દેવે તેઓની ભાષા ઉલટાવી નાંખી જેથી તેઓ એકબીજાને સમજી શક્યા નહી.
જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.
* “બાબિલ”નો મૂળ અર્થ “ગુંચવણ” છે, કારણકે દેવે લોકોની ભાષા બદલી નાંખી, તે નામ પરથી તેનું નામ પડ્યું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આપણ જુઓ: [બાબિલ](../names/babylon.md), [હામ](../names/ham.md), [મેસોપોતામિયા](../names/mesopotamia.md))
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 10:8-10](rc://gu/tn/help/gen/10/08)
* [ઉત્પત્તિ 11:8-9](rc://gu/tn/help/gen/11/08)
## શબ્દ માહિતી:
* Strong's: H894