gu_tw/bible/names/baal.md

41 lines
4.5 KiB
Markdown

# બઆલ
## સત્યો:
“બઆલ”નો અર્થ “સ્વામી” અથવા “ધણી” થાય છે, અને તે કનાનીઓ દ્વારા પૂજાતા પ્રાથમિક જુઠા દેવનું નામ હતું.
* ત્યાંના સ્થાનિક જુઠા દેવો પણ “બઆલ” નામ સાથે ભાગરૂપ હતા, જેમાં “બઆલ પેઓર” ના નામનો સમાવેશ થાય છે.
ક્યારેક આ બધા દેવોનો ઉલ્લેખ એક સાથે “બઆલીમ” તરીકે કરવામાં આવ્યો છે.
* કેટલાક લોકોના નામોમાં “બઆલ” શબ્દનો સમાવેશ થયેલો હતો.
* બઆલની ઉપાસનામાં બાળકોનું બલિદાન અને વેશ્યાનો ઉપયોગ જેવી ભૂંડી રીતો સમાવેશ થતો.
* ઈતિહાસના જુદાજુદા સમયગાળામાં દરમ્યાન ઈઝરાએલીઓ પણ આજુબાજુના વિદેશી દેશોના ઉદાહરણને અનુસરીને ગંભીરપણે બઆલની પૂજામાં સંડોવાયેલા હતા.
* આહાબ રાજાના શાસન દરમ્યાન, દેવના પ્રબોધક એલિયાએ બઆલનું અસ્તિત્વ નથી અને યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા કસોટી ગોઠવી.
તેના પરિણામે, બઆલના પ્રબોધકોનો નાશ થયો અને ફરીથી લોકોએ યહોવાની આરાધના કરવાનું ચાલુ કર્યું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [આહાબ](../names/ahab.md), [અશેરાહ](../names/asherim.md), [એલિયા](../names/elijah.md), [જુઠો દેવ](../kt/falsegod.md), [વેશ્યા](../other/prostitute.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલની કલમો:
* [1 રાજા 16:31-33](rc://gu/tn/help/1ki/16/31)
* [1 શમુએલ 7:3-4](rc://gu/tn/help/1sa/07/03)
* [યર્મિયા 2:7-8](rc://gu/tn/help/jer/02/07)
* [ન્યાયાધીશો 2:11-13](rc://gu/tn/help/jdg/02/11)
* [ગણના 22:41](rc://gu/tn/help/num/22/41)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[19:2](rc://gu/tn/help/obs/19/02)__ આહાબ એક દુષ્ટ માણસ હતો કે જેણે લોકોને __બઆલ__ નામના જુઠા દેવને ભજવા લોકોને ઉત્તેજન આપ્યું.
* __[19:6](rc://gu/tn/help/obs/19/06)__ ઈઝરાએલના સમગ્ર રાજ્યના લોકો, તથા __બઆલના__ 450 પ્રબોધકો સહિત, બધા કાર્મેલ પર્વત પર આવ્યા. એલિયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે તમારા મનોને ફેરવ્યા કરશો?” જો યહોવા દેવ છે, તેની સેવા કરો! જો __બઆલ__ દેવ છે, તેની સેવા કરો!"
* __[19:7](rc://gu/tn/help/obs/19/07)__ પછી એલિયાએ __બઆલના__ પ્રબોધકોને કહ્યું, ગોધો મારીને બલિદાન તરીકે તૈયાર કરો, પણ અગ્નિ સળગાવશો નહીં.
* __[19:8](rc://gu/tn/help/obs/19/08)__ પછી __બઆલ__ પ્રબોધકો __બઆલને__ પ્રાર્થના કરે, “અમોને સાંભળ, ઓ __બઆલ__!"
* __[19:12](rc://gu/tn/help/obs/19/12)__ જેથી લોકોએ __બઆલના__ પ્રબોધકોને પકડ્યા. પછી એલિયા તેઓને ત્યાંથી દુર લઈ ગયો અને તેણે તેઓને મારી નાખ્યા.
## શબ્દ માહિતી:
* Strong's: H1120, G896