gu_tw/bible/names/amorite.md

35 lines
3.2 KiB
Markdown

# અમોરી, અમોરીઓ
## સત્યો:
અમોરીઓ એ લોકોનો શક્તિશાળી સુમદાય હતો કે જે નૂહના પૌત્ર કનાનથી ઉતરી આવેલા હતા.
તેમના નામનો અર્થ “ઊંચા,” કે જે પર્વતીય પ્રદેશ હોવાનું દર્શાવે છે કે જ્યાં તેઓ રહેતા અથવા શક્ય કે તેઓ ખુબજ ઊંચા હતા.
* અમોરીઓ યર્દન નદીના બંને બાજુના વિસ્તારમાં રહેતા હતાં.
આય નગરમાં અમોરીઓ દ્વારા વસવાટ થયો હતો.
“અમોરીઓના પાપ” વિશે દેવે ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમની જુઠા દેવોની ઉપાસના અને દુષ્ટ આચરણનો સમાવેશ થાય છે.
દેવનું આજ્ઞા પ્રમાણે યહોશુઆએ અમોરીઓનો વિનાશ કરવા ઈઝરાયેલીઓને દોર્યા.
## બાઈબલની કલમો :
* [આમોસ 2:9-10](rc://gu/tn/help/amo/02/09)
* [હઝકિએલ 16:1-3](rc://gu/tn/help/ezk/16/01)
* [ઉત્પત્તિ 10:15-18](rc://gu/tn/help/gen/10/15)
* [ઉત્પત્તિ 15:14-16](rc://gu/tn/help/gen/15/14)
* [યહોશુઆ 9:9-10](rc://gu/tn/help/jos/09/09)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[15:7 ](rc://gu/tn/help/obs/15/07)__ થોડા સમયબાદ, કનાનના અન્ય રાજાઓના લોકોનું જૂથ, __અમોરીઓએ__ સાંભળ્યું કે ગિબિયોનિઓએ ઈઝરાયેલીઓ સાથે શાંતિ કરાર કર્યો છે, તેથી તેઓએ તેમનું મોટું સૈન્ય એકત્રિત કરી, ગિબિયોનિઓ પર હુમલો કર્યો.
* __[15:8](rc://gu/tn/help/obs/15/08)__ તેઓએ વહેલી સવારે __અમોરીઓના__ સૈન્ય ઉપર હુમલો કરીને તેમને આશ્ચર્યમાં મૂકી દીધા.
* __[15:9](rc://gu/tn/help/obs/15/09)__ તે દિવસે દેવ ઈઝરાયેલ માટે લડયો.
તેણે _અમોરીઓને_ મુંઝવણમાં મૂકી તેમના પર મોટા કરા મોકલીને ઘણા __અમોરીઓને__ મારી નાખ્યા.
* __[15:10](rc://gu/tn/help/obs/15/10)__ જેથી દેવે સૂર્યને પણ આકાશમાં એક જ જગ્યાએ થોભાવી દીધો અને એમ ઈઝરાયેલઓને પુરતો સમય આપી તેમણે __અમોરીઓને__ સંપૂર્ણપણે હરાવ્યા.
## શબ્દ માહિતી:
* Strong's: H567