gu_tw/bible/names/abraham.md

45 lines
4.6 KiB
Markdown

# ઈબ્રાહિમ, ઈબ્રામ
## સત્યો:
ઈબ્રાહિમ ઉર નગરનો કાસ્દી માણસ હતો, કે જે ઈઝરાએલીઓના પૂર્વજો થવા સારું દેવ દ્વારા પસંદ કરાયો હતો.
દેવે તેનું નામ બદલીને "ઈબ્રાહિમ" રાખ્યું.
* "ઈબ્રામ" નામનો અર્થ "સન્માનીય પિતા".
* "ઈબ્રાહિમ" અર્થ "સમુદાયનો પિતા"
* દેવે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેના વંશજો ઘણા હશે, અને તેઓ મહાન દેશ બનશે.
* ઈબ્રાહિમ દેવને માનીને આધિન રહ્યો.
કનાનની ભૂમિમાં જવા માટે દેવે કાસ્દીઓથી ઈબ્રાહિમને દોર્યો.
ઈબ્રાહિમ અને તેની પત્ની સારા જયારે તેઓ બહુ ઘરડા હતા અને કનાનમાં રહેતા ત્યારે તેમને પુત્ર ઈસહાક મળ્યો.
(ભાષાંતર સુચનો: [નામોનું ભાષાંતર કરો](rc://gu/ta/man/translate/translate-names)
(જુઓ: [ક્નાન](../names/canaan.md), [કાસ્દીઓ](../names/chaldeans.md), [સારાહ](../names/sarah.md), [ઈસહાક](../names/isaac.md))
## બાઈબલની કલમો:
* [ગલાતી 3:6-9](rc://gu/tn/help/gal/03/06)
* [ઉત્પત્તિ 11:29-30](rc://gu/tn/help/gen/11/29)
* [ઉત્પત્તિ 21:1-4](rc://gu/tn/help/gen/21/01)
* [ઉત્પત્તિ 22:1-3](rc://gu/tn/help/gen/22/01)
* [યાકુબ 2:21-24](rc://gu/tn/help/jas/02/21)
* [માથ્થી 1:1-3](rc://gu/tn/help/mat/01/01)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[4:6](rc://gu/tn/help/obs/04/06)__ જયારે __ઈબ્રામ__ ક્નાન દેશમાં આવ્યો, દેવે કહ્યું, “તારી ચારેગમ જો”.
આ જે ભૂમિ તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
* __[5:4](rc://gu/tn/help/obs/05/04)__ દેવે ઈબ્રામનું નામ બદલીને __ઈબ્રાહિમ__ આપ્યું જેનો અર્થ થાય છે કે “સમુદાય નો પિતા."
* __[5:5](rc://gu/tn/help/obs/05/05)__ લગભગ એક વર્ષ પછી જયારે ઈબ્રાહિમ 100 વર્ષનો અને સારાહ 90 વર્ષ હતી, ત્યારે સારાહે ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો.
* __[5:6](rc://gu/tn/help/obs/05/06)__ જ્યારે ઈસહાક નાનો હતો, ત્યારે દેવે __ઈબ્રાહિમના__ વિશ્વાસની કસોટી કરીને કહ્યું કે, “તારા એકનાએક પુત્ર ઈસહાકને લઈને મારે સારું બલિદાન કર.”
* __[6:1](rc://gu/tn/help/obs/06/01)__ જ્યારે __ઈબ્રાહિમ__ ઘણો ઘરડો હતો અને તેનો પુત્ર ઈસહાક પુખ્ત વયનો થયો ત્યારે __ઈબ્રાહિમે__ તેના ચાકરોમાંના એકને તેની ભૂમિ જ્યાં તેના કુટુંબીઓ રહેતા હતા ત્યાં તેના પુત્ર ઈસહાકને સારું પત્ની શોધવા મોકલ્યો.
* __[6:4](rc://gu/tn/help/obs/06/04)__ ઘણા લાંબા સમય પછી, __ઈબ્રાહિમ__ મૃત્યુ પામ્યો, દેવે જે કરાર તેની સાથે કર્યો હતો તે સર્વ વચનો ઈસહાકને આપવામાં આવ્યા.
* __[21:2](rc://gu/tn/help/obs/21/02)__ દેવે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેનામાં આખી પૃથ્વીની દેશજાતિઓ આશીર્વાદિત થશે.
## શબ્દ માહિતી:
* Strong's: H87, H85, G11