gu_tw/bible/names/abijah.md

1.9 KiB

અબિયા

સત્યો

અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો. જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.

  • બેરશેબામાં ઈઝરાએલ લોકો ઉપર શમુએલના પુત્રો અબિયા અને યોએલ ન્યાયાધીશો હતા.

અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.

  • દાઉદ રાજાના સમય દરમ્યાન અબિયા મંદિરના યાજકોમાંનો એક હતો.
  • અબિયા યરોબઆમ રાજાના પુત્રોમાંનો એક હતો.
  • બાબિલના બંદીવાસમાંથી અબિયા જે મહાયાજક હતો, તે પણ ઝરુબ્બાબેલ સાથે યરુશાલેમ પાછો ફર્યો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

  • Strong's: H29, G7