gu_tw/bible/kt/zealous.md

3.0 KiB

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

  • ઉત્સાહમાં મજબૂત ઇચ્છા અને ક્રિયાઓનો સમાવેશ થાય છે જે એક સારા કારણને પ્રોત્સાહન આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

  • ઉત્સાહી બનવું, એમાં કંઈક કરવાનું અને તેના પ્રયત્નોમાં સતત પ્રયત્ન ચાલુ રાખવામાં તીવ્ર પ્રયાસ કરવાનો સમાવેશ છે.
  • "પ્રભુનો ઉત્સાહ" અથવા "યહોવાહનો ઉત્સાહ" એ તેમના લોકોને આશીર્વાદ આપવા માટે અથવા ન્યાય પૂર્ણ થવા માટે ઈશ્વરનાં મજબૂત, નિરંતર કાર્યોનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • 'ઉત્સાહી થાઓ' નું માટે ભાષાંતર કરી શકાય, "ખૂબ મહેનત કરો" અથવા "તીવ્ર પ્રયત્ન કરો".
  • "ઉત્સાહ" શબ્દનું "ઊર્જાસભર નિષ્ઠા" અથવા "આતુર નિર્ણય" અથવા "પ્રામાણિક ઉત્સાહ"તરીકે પણ ભાષાંતર કરી શકે છે
  • "તમારા ઘર માટે ઉત્સાહ" શબ્દનું ભાષાંતર "તમારા મંદિરનું સન્માન કરો" અથવા "તમારા ઘરનું ધ્યાન રાખવાની તીવ્ર ઇચ્છા" નું ભાષાંતર થઈ શકે છે.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7065, H7068, G2205, G2206, G2207, G6041