gu_tw/bible/kt/world.md

42 lines
4.8 KiB
Markdown

# વિશ્વ, દુન્યવી
## વ્યાખ્યા:
"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી.
"દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.
* મોટાભાગે સામાન્ય અર્થમાં, "વિશ્વ “ શબ્દ સ્વર્ગમાં અને પૃથ્વીને, તેમજ તેમાંની દરેક વસ્તુનો સંદર્ભ આપે છે.
* ઘણા બધા સંદર્ભોમાં, "જગત" નો અર્થ "વિશ્વમાંના લોકો" થાય છે.
* કેટલીક વખત એવું સૂચન કરવામાં આવે છે કે આ પૃથ્વી પરના દુષ્ટ લોકો અથવા જે લોકો ઈશ્વરને આધીન થતા નથી તેમના માટે છે.
* આ જગતમાં રહેતા લોકોની સ્વાર્થી વર્તણૂક અને ભ્રષ્ટ મૂલ્યોનો ઉલ્લેખ કરવા માટે પ્રેરિતોએ "જગત" નો ઉપયોગ કર્યો હતો
આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.
* લોકો અને વસ્તુઓ આ મૂલ્યો દ્વારા વર્ગીકૃત"દુન્યવી” કરવામાં આવે છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* સંદર્ભને આધારે, "વિશ્વ" નું "બ્રહ્માંડ" અથવા "આ જગતના લોકો" અથવા "દુનિયાની ભ્રષ્ટ વસ્તુઓ" અથવા "દુનિયાની લોકોના દુષ્ટ વર્તન" તરીકે ભાષાંતર કરી શકાય છે.
* “સર્વ જગત “ શબ્દનો અર્થ "ઘણા લોકો" થાય છે અને તે ચોક્કસ પ્રદેશમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે.
ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.
* રોમન વસ્તી ગણતરીમાં નોંધાવવા આખું જગત તેમના વતનમાં ગયા” નું ભાષાંતર કરવાનો બીજો રસ્તો "રોમન સામ્રાજ્યના શાસન હેઠળના પ્રદેશોમાં રહેતા ઘણા લોકો ગયા ..."
* સંદર્ભના આધારે, "દુન્યવી" શબ્દનો અનુવાદ "દુષ્ટ" અથવા "પાપી" અથવા "સ્વાર્થી" અથવા "અધર્મી" અથવા "ભ્રષ્ટ" અથવા "આ દુનિયામાં લોકોના ભ્રષ્ટ મૂલ્યોથી થઈ શકે છે."
* “દુનિયામાં આ વાતો કહેતા" શબ્દનું ભાષાંતર "વિશ્વના લોકો માટે આ વાતો કહે છે."
* અન્ય સંદર્ભોમાં, "દુનિયામાં" "જગતના લોકોમાં વસવું" અથવા "અધર્મી લોકોમાં રહેવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: [ભ્રષ્ટ](../other/corrupt.md), [સ્વર્ગ](../kt/heaven.md), [રોમ](../names/rome.md), [ઈશ્વરી](../kt/godly.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 યોહાન 2:15-17](rc://gu/tn/help/1jn/02/15)
* [1 યોહાન 4:4-6](rc://gu/tn/help/1jn/04/04)
* [1 યોહાન 5:4-5](rc://gu/tn/help/1jn/05/04)
* [યોહાન 1:29-31](rc://gu/tn/help/jhn/01/29)
* [માથ્થી 13:36-39](rc://gu/tn/help/mat/13/36)
## શબ્દ માહિતી:
* Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625