gu_tw/bible/kt/test.md

4.6 KiB

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

  • ઈશ્વર લોકોની કસોટી કરે છે, પણ તે પાપ કરવાને લલચાવતા નથી. જોકે, શેતાન, લોકોને પાપ કરવા લલચાવે છે.
  • ઈશ્વર ક્યારેક લોકોના પાપને છતું કરવા કસોટીઓનો ઉપયોગ કરે છે. કસોટી વ્યક્તિને પાપમાંથી દૂર થવા અને ઈશ્વરની નજીક આવવા માટે મદદ કરે છે.
  • સોના અને અન્ય ધાતુઓને અગ્નિથી ચકાસવામાં આવે છે જેથી તે કેટલું શુદ્ધ અને મજબૂત છે. તે જાણી શકાય છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

  • " કસોટીમાં મૂકવું" તેનો અર્થ એવો થાય છે, "કંઈક અથવા કોઈ વ્યક્તિને તેના મૂલ્યને સાબિત કરવા માટે પડકારવું.
  • ઈશ્વરની પરીક્ષા કરવાના સંદર્ભમાં, તેનો અર્થ એ છે કે તેને આપણા માટે ચમત્કાર કરવા, તેની દયાનો લાભ લેવાનો પ્રયત્ન કરવો.
  • ઈસુએ શેતાનને કહ્યું કે ઈશ્વરનું પરીક્ષણ કરવું ખોટું છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • "કસોટી" શબ્દનો "પડકાર" અથવા "મુશ્કેલીઓનો અનુભવ થવો" અથવા "સાબિત કરવું" એમ ભાષાંતર કરી શકાય છે.
  • "એક કસોટી" ભાષાંતર કરવાની રીતો, "એક પડકાર" અથવા "એક મુશ્કેલ અનુભવ" હોઈ શકે છે.
  • "પરીક્ષણમાં મૂકવા" નું ભાષાંતર "પરીક્ષણ" તરીકે અથવા "એક પડકાર સ્થાપિત કરવો" અથવા "પોતાને સાબિત કરવા માટેનું દબાણ" તરીકે કરી શકાય છે.
  • પરમેશ્વરના પરીક્ષણના સંદર્ભમાં, આનું ભાષાંતર કરી શકાય છે, કે " ઈશ્વરને તેના પ્રેમને સાબિત કરવા માટે દબાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે."
  • કેટલાક સંદર્ભોમાં, જ્યારે ઈશ્વર કર્તા ન હોય, ત્યારે "કસોટી" શબ્દનો અર્થ "લલચાવવું" એવોથાય છે.

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020