gu_tw/bible/kt/spirit.md

63 lines
8.4 KiB
Markdown

# આત્મા, આત્માઓ, આત્મિક
## વ્યાખ્યા:
“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી.
જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
“આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
* “આત્મા” શબ્દ જેને ભૌતિક શરીર નથી તેવાં અસ્તિત્વ ધરાવનાર ખાસ કરીને દુષ્ટાત્માનો ઉલ્લેખ કરી શકે છે.
* વ્યક્તિનો આત્મા એ તેનામાંનો ભાગ છે કે જે ઈશ્વરને ઓળખી શકે અને તેમનામાં વિશ્વાસ કરી શકે.
* સામાન્ય રીતે, “આત્મિક” શબ્દ એ બિન ભૌતિક જગતનું કંઈ પણ વર્ણવે છે.
* બાઈબલમાં, તે ખાસ કરીને જે કંઈ ઈશ્વર સાથે સંબંધિત છે ખાસ કરીને પવિત્ર આત્મા તેનો ઉલ્લેખ કરે છે,
* ઉદાહરણ તરીકે, “આત્મિક ભોજન” ઈશ્વરના શિક્ષણનો ઉલ્લેખ કરે છે, જે વ્યક્તિના આત્માને પોષણ આપે છે, અને “આત્મિક ડહાપણ” એ જ્ઞાન અને ન્યાયી વર્તન કે જે પવિત્ર આત્મા પાસેથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
* ઈશ્વર આત્મા છે અને તેમણે બીજા આત્મિક અસ્તિત્વ ધરાવનારા વ્યક્તિઓ બનાવ્યાં, કે જેઓને ભૌતિક શરીરો નથી.
* દૂતો આત્મિક અસ્તિત્વ ધરાવનારા છે, તેઓને સમાવિષ્ટ કરીને કે જેઓએ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું અને દુષ્ટાત્માઓ બન્યા હતા.
* “નો આત્મા” તેનો અર્થ “ની લાક્ષણિકતા હોવી,” જેમ “ડહાપણના આત્મામાં” અથવા “એલિયાના આત્મામાં” થઇ શકે.
* “આત્મા” ના વલણ અને લાગણી તરીકેના ઉદાહરણો “ડરનો આત્મા” અને “અદેખાઈનો આત્મા” નો સમાવેશ કરશે.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભને આધારે, “આત્મા”ને અનુવાદિત કરવાની રીતમાં “બિન ભૌતિક વ્યક્તિ” અથવા “આંતરિક ભાગ” અથવા “આંતરિક વ્યક્તિ” નો સમાવેશ કરી શકાય.
* કેટલાંક સંદર્ભોમાં, “આત્મા” શબ્દનું અનુવાદ “દુષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્માંવાળું” એમ કરી શકાય.
* ઘણીવાર “આત્મા” શબ્દ વ્યક્તિની લાગણીઓ વ્યક્ત કરવા માટે વપરાય છે, જેમ “મારો આત્મા મારાં અંતરાત્મામાં ખેદિત થયો છે” તેમ.
તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”
* “નો આત્મા” શબ્દસમૂહનું અનુવાદ “ના લક્ષણો” અથવા “ની અસર” અથવા “નું વલણ” અથવા “ના દ્વારા વર્ગીકૃત થયેલા વિચારો” એમ કરી શકાય.
* સંદર્ભને આધારે, “આત્મિક”નું અનુવાદ “બિન ભૌતિક” અથવા “પવિત્ર આત્માથી” અથવા “ઈશ્વરનું” અથવા “બિન ભૌતિક જગતનો ભાગ” તરીકે કરી શકાય.
* “આત્મિક દૂધ” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “ઈશ્વર તરફથી પાયાનું શિક્ષણ” અથવા “ઈશ્વરનું શિક્ષણ કે જે આત્માને પોષણ આપે છે (દૂધ અઆપે છે તેમ)” તરીકે પણ કરી શકાય.
* “આત્મિક પરિપક્વતા”નું અનુવાદ “ઈશ્વરને ગમતું વર્તન કે જે પવિત્ર આત્માને આધીન છે તેમ બતાવે છે” તરીકે કરી શકાય.
* “આત્મિક દાન”નું અનુવાદ “ખાસ ક્ષમતા જે પવિત્ર આત્મા આપે છે” તારીકેકારી શકાય.
(આ પણ જુઓ: [દૂત](../kt/angel.md), [અશુદ્ધ આત્મા](../kt/demon.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [આત્મા](../kt/soul.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કરિંથીઓ 5:3-5](rc://gu/tn/help/1co/05/03)
* [1 યોહાન 4:1-3](rc://gu/tn/help/1jn/04/01)
* [1 થેસ્સાલોનિકીઓ 5:23-24](rc://gu/tn/help/1th/05/23)
* [પ્રેરિતોના કૃત્યો 5:9-11](rc://gu/tn/help/act/05/09)
* [કોલીસ્સીઓ 1:9-10](rc://gu/tn/help/col/01/09)
* [એફેસીઓ 4:23-24](rc://gu/tn/help/eph/04/23)
* [ઉત્પતિ 7:21-22](rc://gu/tn/help/gen/07/21)
* [યશાયા 4:3-4](rc://gu/tn/help/isa/04/03)
* [માર્ક 1:23-26](rc://gu/tn/help/mrk/01/23)
* [માથ્થી 26:39-41](rc://gu/tn/help/mat/26/39)
* [ફિલિપ્પીઓ 1:25-27](rc://gu/tn/help/php/01/25)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:3](rc://gu/tn/help/obs/13/03)__ ત્રણ દિવસ પછી,લોકોએ પોતાને તૈયાર કર્યા __આત્મિક રીતે__, ઈશ્વર સિનાઈ પર્વતને ટોચે મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે ઉતરી આવ્યા.
* __[40:7](rc://gu/tn/help/obs/40/07)__ પછી ઈસુ રડ્યા અને બોલ્યા, “સંપૂર્ણ થયું!
પિતા, હું સોંપું છું મારો __આત્મા__ તમારાં હાથમાં.”
પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો __આત્મા આપી દીધો__.
* __[45:5](rc://gu/tn/help/obs/45/05)__ જેમ સ્તેફન મરણ વખતે બોલ્યો, “ઈસુ, સ્વીકારો મારો __આત્મા__."
* __[48:7](rc://gu/tn/help/obs/48/07)__ સર્વ પ્રજા જૂથો તેમના દ્વારા આશીર્વાદિત થયા, કારણ કે જે સર્વ ઈસુમાં વિશ્વાસ કરે છે તે પાપમાંથી બચી જાય છે, અને બને છે __આત્મિક__ વારસદાર ઈબ્રાહિમનો.
## શબ્દ માહિતી:
* Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427