gu_tw/bible/kt/righteous.md

85 lines
12 KiB
Markdown

# ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું
## વ્યાખ્યા:
“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે.
આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે.
ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.
* આ શબ્દો ઘણી વાર જે વ્યક્તિ ઈશ્વરનું આજ્ઞાપાલન કરે છે અને નૈતિક રીતે સારી છે તેને દર્શાવવા વપરાય છે.
તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.
* બાઇબલમાં જેઓને “ન્યાયી” કહેવામાં આવ્યા હતા તેવા લોકોના ઉદાહરણોમાં નૂહ, અયૂબ, ઇબ્રાહિમ, ઝખાર્યા અને એલિસાબેતનો સમાવેશ થાય છે.
* જ્યારે લોકો પોતાને બચાવવા ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈશ્વર તેઓને તેમના પાપોથી શુદ્ધ કરે છે અને ઈસુના ન્યાયપણાને લીધે તેઓને ન્યાયી ઘોષિત કરે છે.
“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે.
“અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.
* આ શબ્દો ખાસ કરીને ઈશ્વરના શિક્ષણ અને આજ્ઞાઓ ન પાળતી રીતે જીવવાનો ઉલ્લેખ કરે છે.
* અન્યાયી લોકો તેમના વિચારો અને કાર્યોમાં અનૈતિક છે.
* કેટલીક વાર “અન્યાયી” શબ્દ ખાસ કરીને જે લોકો ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેઓનો ઉલ્લેખ કરે છે.
“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
* આ શબ્દોના અર્થમાં સીધા ઊભા રહેવું અને પ્રત્યક્ષ રીતે સામે જોવું જેવા વિચારોનો સમાવેશ થાય છે.
* જે વ્યક્તિ “પ્રામાણિક” છે તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરના નિયમો પાળે છે અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધની બાબતો કરતી નથી.
* “સત્યનિષ્ઠા” અને “ન્યાયી” જેવા શબ્દો સમાન અર્થ ધરાવે છે અને તેઓ કેટલીક વાર સમાંતરિતા રચનાઓમાં વપરાય છે, જેમ કે “સત્યનિષ્ઠા અને પ્રમાણિકપણું.” (આ જૂઓ: [સમાંતરિતા](rc://gu/ta/man/translate/figs-parallelism)
## અનુવાદ માટેના સૂચનો:
* જ્યારે તે ઈશ્વરને વર્ણવે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “સંપૂર્ણપણે ભલા તથા ન્યાયપૂર્ણ” અથવા તો “હંમેશાં ખરી રીતે વર્તતા” તરીકે થઈ શકે.
* ઈશ્વરનું “ન્યાયીપણું” નો અનુવાદ “સંપૂર્ણ વિશ્વાસુપણું તથા ભલાઈ” તરીક પણ કરી શકાય.
* જ્યારે તે જે લોકો ઈશ્વરને આજ્ઞાધીન છે તેઓનું વર્ણન કરે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “નૈતિક રીતે સારા” અથવા તો “ન્યાયપૂર્ણ” અથવા તો “ઈશ્વરને ખુશ કરતું જીવન જીવતા લોકો” તરીકે પણ કરી શકાય.
* “ન્યાયીઓ” શબ્દનો અનુવાદ “ન્યાયી લોકો” અથવા તો “ઈશ્વરનો ભય માનનારા લોકો” તરીકે થઈ શકે.
* સંદર્ભ અનુસાર, “ન્યાયીપણું” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ભલાઈ” અથવા તો “ઈશ્વર સમક્ષ સંપૂર્ણ હોવું” અથવા તો “ઈશ્વરનું આજ્ઞાપાલન કરીને ખરી રીતે વર્તવું” અથવા તો “સંપૂર્ણપણે સારું કરવું” તેવો થતો હોય.
* કેટલીક વાર “ન્યાયીઓ” નો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરાયો હતો અને તે “જેઓ માને છે કે તેઓ સારા છે એવા લોકો” અથવા તો “જેઓ ન્યાયી લાગે છે તેવા લોકો” નો ઉલ્લેખ કરતો હતો.
* “અન્યાયી” શબ્દનો સરળ અનુવાદ “ન્યાયી નહીં” એ રીતે કરી શકાય.
* સંદર્ભ અનુસાર, આનો અનુવાદ “દુષ્ટ” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરની વિરુદ્ધ બળવો કરતા લોકો” અથવા તો “પાપીઓ” એવી બીજી રીતોથી કરી શકાય.
* “અન્યાયીઓ” શબ્દનો અનુવાદ “અન્યાયી લોકો” તરીકે કરી શકાય.
* “અન્યાયીપણું” શબ્દનો અનુવાદ “પાપ” અથવા તો “દુષ્ટ વિચારો અને કાર્યો” અથવા તો “દુષ્ટતા” તરીકે કરી શકાય.
* જો શક્ય હોય તો, તેનો અનુવાદ એ રીતે કરવો કે જ્યાં તેનો સંબંધ “ન્યાયી”, ન્યાયીપણું” સાથે દર્શાવે છે, તો તે ઉત્તમ રહેશે.
* “પ્રામાણિક” નો અનુવાદ “ખરી રીતે વર્તતું” અથવા તો “ખરી રીતે વર્તતી વ્યક્તિ” અથવા તો “ઈશ્વરના નિયમો પાળતું” અથવા તો “ઈશ્વરને આજ્ઞાધીન” અથવા તો “ખરી રીતે વર્તતું” એમ વિભિન્ન રીતોથી કરી શકાય.
* “પ્રામાણિકપણું” શબ્દનો અનુવાદ “નૈતિક શુદ્ધતા” અથવા તો “સારો નૈતિક વ્યવહાર” અથવા તો “ખરાપણું” તરીકે કરી શકાય.
* “પ્રામાણિકો” શબ્દનો અનુવાદ “જેઓ પ્રામાણિક છે તેવા લોકો” અથવા તો “પ્રામાણિક લોકો” તરીકે થઈ શકે.
(આ પણ જૂઓ: [દુષ્ટ](../kt/evil.md), [વિશ્વાસુ](../kt/faithful.md), [સારું](../kt/good.md), [પવિત્ર](../kt/holy.md), [સત્યનિષ્ઠા](../other/integrity.md), [ન્યાયપૂર્ણ](../kt/justice.md), [નિયમ](../other/law.md), [નિયમ](../kt/lawofmoses.md), [આજ્ઞા પાળવી](../other/obey.md), [શુદ્ધ](../kt/purify.md), [ન્યાયી](../kt/righteous.md), [પાપ](../kt/sin.md), [નિયમ વિરૂદ્ધનું](../other/lawful.md))
## બાઇબલના સંદર્ભો:
* [પુનર્નિયમ 19:15-16](rc://gu/tn/help/deu/19/15)
* [અયૂબ 1:6-8](rc://gu/tn/help/job/01/06)
* [ગીતશાસ્ત્ર 37:28-30](rc://gu/tn/help/psa/037/028)
* [ગીતશાસ્ત્ર 49:14-15](rc://gu/tn/help/psa/049/014)
* [ગીતશાસ્ત્ર 107:41-43](rc://gu/tn/help/psa/107/041)
* [સભાશિક્ષક 12:10-11](rc://gu/tn/help/ecc/12/10)
* [યશાયા 48:1-2](rc://gu/tn/help/isa/48/01)
* [હઝકિયેલ 33:12-13](rc://gu/tn/help/ezk/33/12)
* [માલાખી 2:5-7](rc://gu/tn/help/mal/02/05)
* [માથ્થી 6:1-2](rc://gu/tn/help/mat/06/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 3:13-14](rc://gu/tn/help/act/03/13)
* [રોમનો 1:29-31](rc://gu/tn/help/rom/01/29)
* [1 કરિંથી 6:9-11](rc://gu/tn/help/1co/06/09)
* [ગલાતી 3:6-9](rc://gu/tn/help/gal/03/06)
* [ક્લોસ્સી 3:22-25](rc://gu/tn/help/col/03/22)
* [2 થેસ્સલોનિકી 2:8-10](rc://gu/tn/help/2th/02/08)
* [2 તિમોથી 3:16-17](rc://gu/tn/help/2ti/03/16)
* [1 પિતર 3:18-20](rc://gu/tn/help/1pe/03/18)
* [1 યોહાન 1:8-10](rc://gu/tn/help/1jn/01/08)
* [1 યોહાન 5:16-17](rc://gu/tn/help/1jn/05/16)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[3:2](rc://gu/tn/help/obs/03/02)__ પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક __ન્યાયી__ માણસ હતો.
* __[4:8](rc://gu/tn/help/obs/04/08)__ ઈશ્વરે ઘોષિત કર્યું કે અબ્રામ __ન્યાયી__ હતો કારણ કે તેણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
* __[17:2](rc://gu/tn/help/obs/17/02)__ દાઉદ નમ્ર અને __ન્યાયી__ માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો કર્યો અને તેમનું આજ્ઞાપાલન કર્યું.
* __[23:1](rc://gu/tn/help/obs/23/01)__ યૂસફ કે જેની સાથે મરિયમની સગાઈ થઈ હતી તે, એક __ન્યાયી__ માણસ હતો.
* __[50:10](rc://gu/tn/help/obs/50/10)__ ત્યારે __ન્યાયી__ લોકો ઈશ્વર તેમના પિતાના રાજયમાં સૂરજની જેમ પ્રકાશસે.”
## શબ્દ માહિતી:
* Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717