gu_tw/bible/kt/repent.md

50 lines
5.4 KiB
Markdown

# પશ્ચાતાપ કરવો, પશ્ચાતાપ કરે છે, પશ્ચાતાપ કર્યો, પશ્ચાતાપ
## વ્યાખ્યા:
“પશ્ચાતાપ કરવો” અને “પશ્ચાતાપ” શબ્દો પાપથી દૂર જવું અને ઈશ્વર તરફ પાછા ફરવું તેનો ઉલ્લેખ કરે છે.
* “પશ્ચાતાપ કરવા” નો શાબ્દિક અર્થ “મન બદલવું” એવો થાય છે.
* બાઇબલમાં, “પશ્ચાતાપ કરવા” નો અર્થ સામાન્ય રીતે વિચારવાના તથા વ્યવહાર કરવાના પાપી માનવીય માર્ગમાંથી પાછા ફરવું અને વિચારવાના તથા વ્યવહાર કરવાના ઈશ્વરના માર્ગ તરફ વળવું એવો થાય છે.
* જ્યારે લોકો પોતાના પાપો માટે સાચી રીતે પશ્ચાતાપ કરે છે ત્યારે, ઈશ્વર તેમને માફ કરે છે અને તેમનું આજ્ઞાપાલન કરવાની શરૂઆત કરવા મદદ કરે છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “પશ્ચાતાપ કરવો” શબ્દનો અનુવાદ “(ઈશ્વર તરફ) પાછા વળવું” અથવા તો “પાપથી પાછા અને ઈશ્વર તરફ વળવું” અથવા તો “ઈશ્વર તરફ અને પાપથી પાછા ફરવું” એવા શબ્દસમૂહોથી થઈ શકે.
* “પશ્ચાતાપ” શબ્દનો અનુવાદ ઘણી વાર “પશ્ચાતાપ કરવો” તે ક્રિયાપદ વાપરીને કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, “ઈશ્વરે ઇઝરાયલને પશ્ચાતાપ બક્ષ્યો છે” નો અનુવાદ “ઈશ્વરે ઇઝરાયલને પશ્ચાતાપ કરવા સક્ષમ કર્યો છે” તરીકે કરી શકાય.
* “પશ્ચાતાપ” નો અનુવાદ “પાપથી પાછા ફરવું” અથવા તો “ઈશ્વર તરફ અને પાપથી પાછા ફરવું” જેવી બીજી રીતે કરી શકાય.
(આ પણ જૂઓ: [માફ કરવું](../kt/forgive.md), [પાપ](../kt/sin.md), [ફરવું](../other/turn.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 3:19-20](rc://gu/tn/help/act/03/19)
* [લૂક 3:3](rc://gu/tn/help/luk/03/03)
* [લૂક 3:8](rc://gu/tn/help/luk/03/08)
* [લૂક 5:29-32](rc://gu/tn/help/luk/05/29)
* [લૂક 24:45-47](rc://gu/tn/help/luk/24/45)
* [માર્ક 1:14-15](rc://gu/tn/help/mrk/01/14)
* [માથ્થી 3:1-3](rc://gu/tn/help/mat/03/01)
* [માથ્થી 3:10-12](rc://gu/tn/help/mat/03/10)
* [માથ્થી 4:17](rc://gu/tn/help/mat/04/17)
* [રોમન 2:3-4](rc://gu/tn/help/rom/02/03)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[16:2](rc://gu/tn/help/obs/16/02)__ ઘણા વર્ષો સુધી ઈશ્વરનું આજ્ઞાપાલન ન કરવા તથા પોતાના શત્રુઓથી જુલમ સહ્યા બાદ, ઇઝરાયલીઓએ __પશ્ચાતાપ કર્યો__ અને તેઓને છોડાવવા ઈશ્વરને વિનંતી કરી.
* __[17:13](rc://gu/tn/help/obs/17/13)__ દાઉદે તેના પાપ માટે __પશ્ચાતાપ કર્યો__ અને ઈશ્વરે તેને માફ કર્યું.
* __[19:18](rc://gu/tn/help/obs/19/18)__ તેઓને (પ્રબોધકોએ) લોકોને ચેતવણી આપી કે જો તેઓ __પશ્ચાતાપ નહીં કરે__ તો ઈશ્વર તેઓનો નાશ કરશે.
* __[24:2](rc://gu/tn/help/obs/24/02)__ ઘણા લોકો યોહાનને સાંભળવા અરણ્યમાં ગયા.
તેણે તેઓને, “__પશ્ચાતાપ કરો,__ કારણ કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે!” કહેતા પ્રચાર કર્યો.
* __[42:8](rc://gu/tn/help/obs/42/08)__ “શાસ્ત્રમાં પણ લખ્યું હતું કે મારા શિષ્યો દરેક વ્યક્તિએ તેના પાપની માફી પામવા માટે __પશ્ચાતાપ કરવો__ જોઈએ એવું ઘોષિત કરશે.”
* __[44:5](rc://gu/tn/help/obs/44/05)__ “તો હવે, __પશ્ચાતાપ કરો__ અને ઈશ્વર તરફ પાછા ફરો કે જેથી તમારા પાપો ધોવાઈ જાય.”
## શબ્દ માહિતી:
* Strong's: H5150, H5162, H5164, G278, G3338, G3340, G3341