gu_tw/bible/kt/rabbi.md

2.7 KiB

રાબ્બી

વ્યાખ્યા:

“રાબ્બી” શબ્દનો શાબ્દિક અર્થ “મારા માલિક” અથવા તો “મારા શિક્ષક” એવો થાય છે.

  • તે એક સન્માનજનક શીર્ષક હતું કે જેનો ઉપયોગ યહૂદી ધાર્મિક શિક્ષકને, ખાસ કરીને ઈશ્વરના નિયમોના શિક્ષકને સંબોધવા કરાતો હતો.
  • યોહાન બાપ્તિસ્મી અને ઈસુ બેઉને તેમના શિષ્યો કેટલીક વાર “રાબ્બી” કહીને બોલાવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “મારા માલિક” અથવા તો “મારા ગુરુજી” અથવા તો “માનનીય શિક્ષક” અથવા તો “ધાર્મિક શિક્ષક” તરીકે કરી શકાય.

કેટલીક ભાષાઓમાં આ શુભેચ્છાને મોટા અક્ષરોમાં લખવામાં આવે છે જ્યારે બીજી ભાષાઓમાં આવું નથી.

  • જે ભાષામાં અનુવાદ કરવામાં આવે છે તેમાં સામાન્ય રીતે શિક્ષકોને સંબોધિત કરવાની ખાસ રીત હોઇ શકે છે.
  • ધ્યાન રાખો કે આ શબ્દનો અનુવાદ એવું પ્રદર્શિત ના કરે કે ઈસુ એક શાળાના શિક્ષક હતા.
  • આપેલ ભાષાના બીજા બાઇબલ અનુવાદમાં અથવા તો પ્રાદેશિક ભાષામાં “રાબ્બી” શબ્દનો અનુવાદ કેવી રીતે કરવામાં આવ્યો છે તે પણ તપાસો.

જૂઓ: અજ્ઞાત બાબતોનો અનુવાદ કેવી રીતે કરવો

(આ જૂઓ: શિક્ષક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G4461