gu_tw/bible/kt/priest.md

57 lines
7.6 KiB
Markdown

# યાજક, યાજકો, યાજકપદ
## વ્યાખ્યા:
બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો.
“યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.
* જૂના કરારમાં, ઈશ્વરે પોતાના ઇઝરાયલી લોકો માટે હારુન અને તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા હતા.
* “યાજકપદ” એક અધિકાર અને એક જવાબદારી હતી કે જેને લેવીઓના કુળમાં પિતા તરફથી પુત્રને આપવામાં આવતી હતી.
* ઇઝરાયલી યાજકો પાસે ભક્તિસ્થાનની બીજી ફરજો સાથેસાથે ઈશ્વરને લોકોના બલિદાનો ચડાવવાની જવાબદારી હતી.
* યાજકો લોકો માટે ઈશ્વરને નિયમિત પ્રાર્થનાઓ પણ અર્પણ કરતા હતા તથા બીજી ધાર્મિક વિધિઓ કરતા હતા.
* યાજકો ઔપચારિક રીતે લોકોને આશીર્વાદ આપતા અને તેઓને ઈશ્વરના નિયમો શીખવતા હતા.
* ઈસુના સમયમાં, મુખ્ય યાજકો અને પ્રમુખ યાજક સહિત યાજકોના વિભિન્ન સ્તરો હતા.
* ઈસુ આપણાં “મહાન પ્રમુખ યાજક” છે કે જેઓ ઈશ્વરની સન્મુખ આપણા માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરે છે.
તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે.
તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.
* નવા કરારમાં, ઈસુના દરેક વિશ્વાસીને “યાજક” કહેવામાં આવે છે કે જે પોતાના માટે અને બીજાઓ માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવા ઈશ્વર પાસે પ્રત્યક્ષ રીતે આવી શકે છે.
* પ્રાચીન સમયોમાં, અધાર્મિક યાજકો પણ હતા કે જેઓ બઆલ જેવા જૂઠા દેવોને બલિદનો ચડાવતા હતા.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભ અનુસાર, “યાજક” શબ્દનો અનુવાદ “બલિદાન આપનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વરનો મધ્યસ્થ” અથવા તો “બલિદાન આપનાર મધ્યસ્થ” અથવા તો “ઈશ્વર પોતાના પ્રતિનિધિ તરીકે જેને નિયુક્ત કરે છે તે વ્યક્તિ” તરીકે કરી શકાય.
* “યાજક” નો અનુવાદ “મધ્યસ્થ” ના અનુવાદ કરતા અલગ હોવો જોઈએ.
* કેટલાક અનુવાદકો “ઇઝરાયલનો યાજક” અથવા તો “યહૂદી યાજક” અથવા તો “યહોવાનો યાજક” અથવા તો “બઆલનો યાજક” જેવા શબ્દો હંમેશાં વાપરવાનું પસંદ કરી શકે છે કે જેથી સ્પષ્ટ થાય કે આ શબ્દો આધુનિક સમયના યાજકોનો ઉલ્લેખ કરતા નથી.
* “યાજક” માટે વપરાતો શબ્દ “મુખ્ય યાજક”, “પ્રમુખ યાજક”, “લેવી” તથા “પ્રબોધક” કરતા અલગ હોવો જોઈએ.
(આ પણ જૂઓ: [હારુન](../names/aaron.md), [પ્રમુખ યાજકો](../other/chiefpriests.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md), [મધ્યસ્થ](../other/mediator.md), [બલિદાન](../other/sacrifice.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 6:4-42](rc://gu/tn/help/2ch/06/40)
* [ઉત્પત્તિ 14:17-18](rc://gu/tn/help/gen/14/17)
* [ઉત્પત્તિ 47:20-22](rc://gu/tn/help/gen/47/20)
* [યોહાન 1:19-21](rc://gu/tn/help/jhn/01/19)
* [લૂક 10:31-32](rc://gu/tn/help/luk/10/31)
* [માર્ક 1:43-44](rc://gu/tn/help/mrk/01/43)
* [માર્ક 2:25-26](rc://gu/tn/help/mrk/02/25)
* [માથ્થી 8:4](rc://gu/tn/help/mat/08/04)
* [માથ્થી 12:3-4](rc://gu/tn/help/mat/12/03)
* [મીખાહ 3:9-11](rc://gu/tn/help/mic/03/09)
* [નહેમ્યા 10:28-29](rc://gu/tn/help/neh/10/28)
* [નહેમ્યા 10:34-36](rc://gu/tn/help/neh/10/34)
* [પ્રકટીકરણ 1:4-6](rc://gu/tn/help/rev/01/04)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[4:7](rc://gu/tn/help/obs/04/07)__ “સર્વોચ્ચ ઈશ્વરનો __યાજક__ “મલ્ખીસેદેક”
* __[13:9](rc://gu/tn/help/obs/13/09)__ જેણે પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વર માટે બલિદાન તરીકે એક પ્રાણી લાવી શકતો હતો. એક __યાજક__ તે પ્રાણીનું બલિદાન આપતો અને તેને વેદી પર બાળતો. બલિદાન કરાયેલા પ્રાણીનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ કરતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુનને તથા તેના વંશજોને પોતાના __યાજકો__ થવા પસંદ કર્યા.
* __[19:7](rc://gu/tn/help/obs/19/07)__ તેથી બઆલના __યાજકોએ__ એક બલિદાન તૈયાર કર્યું પણ અગ્નિ સળગાવ્યો નહીં.
* __[21:7](rc://gu/tn/help/obs/21/07)__ ઇઝરાયલી __યાજક__ એ માણસ હતો કે જે લોકો માટે તેઓના પાપની સજાની અવેજી બદલ ઈશ્વરને બલિદાનો ચડાવતો હતો. __યાજકો__ લોકો માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હતા.
## શબ્દ માહિતી:
* Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420